માઇક્રોસોફ્ટ વિસ્ટા!
* માઇક્રોસોફ્ટે ગઇકાલે તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ વિસ્ટાનું લોન્ચ કર્યું. ૫ સાલની મહેનત પછી પણ ન વાપરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે! તમે તેનો ઉપયોગ કરતાં પહેલાં, આ પાનું જરુરથી વાંચી લેજો. વિસ્ટામાં જે કહેવામાં આવ્યું હતું તે નથી! અને જો તમે તેની ઓરિજિનલ આવૃતિ લેશો તો, તે ઓનલાઇન રજીસ્ટર કર્યા પછી જ આગળ ચાલશે. ૫૧૨ એમબી થી ૧ જીબી રેમ જરૂરી છે. મોટાભાગનાં અત્યારનાં કાર્યક્રમો પણ તેને અનુકુળ નથી. તો, ફાયદો તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમને જ છે
* વિસ્ટા અને એક્સપીનાં ભુત-પ્રેતથી મુક્ત થવા માટે તમે અહીં જઇ શકો છો: goodbye-microsoft.com
* સુધારો: અને આ તો મજાનું કાર્ટુન છે!



