૦૭-૦૨-૨૦૦૭
* સવારે પ વાગ્યે સ્ટેશન પર ચા પીધી. થોડીક ઠંડી હતી. ગુજરાત વિદ્યાપીઠ પહોંચીને ગેસ્ટ હાઉસમાં ગયા. હજી ન્હાવા બેસતો હતો કે મને સમાચાર મળ્યાં કે મારા નાની ગુજરી ગયા છે. મારા બા (અમે તેમને બા કહેતા, મમ્મી અને મામા તેમને કાકી કહેતા..) કીડનીની બિમારીથી પીડાતા હતા, પણ તેમને આ ગંભીર બીમારીનો હિમ્મતપૂર્વક સામનો કર્યો. ડાયાલિસિસ પર જીવવું કેટલું કઠીન હોય છે, તે જેને ખબર હશે તે કલ્પી શકે છે. મમ્મીને સમાચાર મળ્યા, પણ બહુ મોડું થઇ ગયું હતું. લગ્નની સિઝન હોવાથી, ટીકીટ વગેરેનો પણ પ્રોબ્લેમ હતો. મને પણ બધુ પડતું મૂકીને ત્યાં જવાની ઇચ્છા થઇ, પણ ગાંધીનગરની મિટિંગ નક્કી થઇ ગઇ હતી. બળવંતકાકાનાં ઘરે જમવાનું હતું. ગાંધીનગરથી સીધો પાલનપુર ગયો. પાલનપુર ૬ વાગ્યે પહોંચ્યો. વિનય મળ્યો. થોડું ઠીક લાગ્યું. થોડી વાર ઘરે જઇ આવ્યો. એક-બે કામ હતાં, તે પતાવ્યાં. મોબાઇલનાં નવાં કાર્ડની સગવડ માટે તપાસ કરી. (મારી પાસે પાન કાર્ડ સિવાય આ દેશનું નાગરિકત્વ પુરવાર કરવા માટે કંઇ પણ દસ્તાવેજ નથી..:))



[...] It has been really good (and bad) year for us. I managed to achieve 60% of my wishlist in 2007 and yes, Kavin is our great [...]
Localized Gujarati Geek · Looking back at year..
December 31, 2007 at 8:12 PM