૦૮-૦૨-૨૦૦૭
* સવારે અમદાવાદ આવવાં માટે નીકળ્યો. વાઉ, કંડક્ટર પાસે ડીજીટલ ટીકીટ મશીન હતું જે જ્યાં જવું હોય તેની માહિતિ નાખતાં જ ટીકીટ બહાર નીકાળતું હતું. (કાર્ડ સ્વેપ મશીન જે દુકાન વગેરેમાં વપરાય છે, તેનાં જેવું.). ગુ.વિ. નાં કોશ વિભાગમાં અમારે બેસવાનું છે. ચાર કોમ્પ્યુટરની સુવિધા સાથે મારે કામ કરવાનું છે. હું સ્પેલચેકર પર કામ કરીશ.
બપોર પછી મેં પહેલાં તો દરેક કોમ્પ્યુટરને સરખાં કર્યા. નેટવર્કીંગ વગેરે ચેક કર્યું અને કામ શરુ કરી દીધું. ઇન્સ્ટોલેશન (ગુજરાતી: સ્થાપન) વગેરેમાં મોટાભાગનો સમય નીકળ્યો. ધીરેનભાઇએ સરસ મશીન (hp original) આપ્યાં હોવાથી, ૨૦% કામ પૂર્ણ થઇ ગયું કહેવાય.
ઓહ, એક પણ મશીનમાં લિનક્સ નથી. હું ઇન્ટરનેટની રાહ જોઉં છું. કારણકે, ડેબિયન અને ઉબુન્ટુ બન્નેને તે જરુરી છે. રાત્રે જમવા માટે સીજી રોડનાં છેડે એક સેન્ડવીચ વાળાંને ત્યાં ગયા. તેને બે ચીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવતાં ૩૦ મિનિટ થઇ. કદાચ મુંબઇમાં રહીને મને દરેક વસ્તુઓ ફટાફટ જોઇએ છે
કાર્તિકભાઇ, યાદ રાખજે - ધીરજની સેન્ડવીચ વધારે ચીઝ ધરાવે છે..


