મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

૦૯-૦૨-૨૦૦૭

leave a comment »

* રાબેતા (શાળામાં હતો, ત્યારે આ શબ્દથી મને બહુ ચીડ હતી, કારણ કે રાબેતા એટલે રજાનાં ઘોષણા કરતા હોય પછી, સાહેબ કહેતા કે સોમવારથી રાબેતા મુજબ શાળા ૧૧ વાગ્યે ચાલુ થશે!!) મુજબ કામ ચાલ્યુ. મોબાઇલ રોમિંગ પર હોવાથી ભયંકર રીતે મોબાઇલનાં પ્રિપેઇડનું બેલેન્સ ઘટતું જાય છે. રાત્રે વિજય ચાર રસ્તા ગયાં. જાગૃતિ કાંદા-લસણ નથી ખાતી નહિતર તેને વિજયનાં વડાપાઉંની મજા આવી હોત. જોકે રસરંજનની પાણીપૂરી તેણે માણી. વેલેન્ટાઇન ડે કાર્ડ લીધું. દુર્ભાગ્યે, મારો વેલેન્ટાઇન-ડે છેલ્લાં બે વર્ષથી એકલાં જ માણવો પડે છે. પણ, ૧૮મીએ તો હું કોકીની જોડે જ હોઇશ. :)

Written by Kartik Mistry

ફેબ્રુઆરી 9, 2007 at 8:43 AM

Leave a Reply