મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ઓનેસ્ટની પાઉંભાજી

with 2 comments

* ગઇકાલે વિજય ચાર રસ્તા આગળ ઓનેસ્ટની પાઉંભાજી (કે ભાજીપાઉં) ખાવા માટે ગયા હતા. ઓનેસ્ટનું નામ બહુ લોકપ્રિય છે. મુંબઇ કરતાં અહીં પાઉંની ક્વોલિટી એકદમ અલગ હોય છે. પાઉં થોડા જાડા હોય છે, પણ સારા હોય છે – પણ તેનાં કારણે તમારે એકસ્ટ્રા પાઉં વધુ લેવા પડે છે.

દ્રાક્ષનો જ્યુસ પણ અહીં (અમદાવાદમાં) સારો મળે છે. એક વાત છે – ગલી-ગલીએ કંઇક ફેમસ વસ્તુઓ મળતી હોય છે. દા.ત. વિજયનાં વડાપાઉં, આર.કે/ઓનેસ્ટની પાઉંભાજી, ટીમ્બકટુની સેન્ડવીચ, ગાંઠિયા રથ, નવતાડનાં સમોસા, વિપુલ દુધિયાની બાસુદી, સાબરમતી જેલનાં ભજિયાં!

નોંધ: આ માત્ર થોડા વિસ્તારની જ યાદી છે.

Written by Kartik Mistry

February 24, 2007 at 8:52 PM

2 Responses

Subscribe to comments with RSS.

  1. અરે મારા બાપ! આવું બધું લખીને વતન ઝૂરાપો શીદ વધારે છે? !!
    બધા ચટાકા યાદ કરાવી દીધા !!

    સુરેશ જાની

    February 26, 2007 at 4:35 PM

  2. તમારી વાત બીલ્કુલ સાચી છે. મેં પણ તે વડાપાઉંનો ટેસ્ટ કર્યો છે અને તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, બીજુ કે આ સાથે અમદાવાદની ખાણીપીણીની સફરની એક લીંક પણ મોકલુ છું જોઈને માણજો અને સમય મળે તો જઈને સ્વાદ માણી આવજો.

    http://www.rediff.com/gujarati/2001/nov/24purvi.htm

    જીગર

    February 27, 2007 at 4:02 PM


Leave a Reply