વર્ડપ્રેસ.કોમની નવીનતાઓ..
* તમે જોયું છે કે વર્ડપ્રેસ.કોમનાં બ્લોગમાં સમયાંતરે નવીનતાઓ ઉમેરાતી જાય છે.. તમારે તેનાં સંપર્કમાં રહેવું હોય તો, બ્લોગમાં લોગીન કર્યા પછી ડેશબોર્ડમાં, What’s hot.. ની નીચે જુઓ. થોડું ટેકનિકલ હોય છે, પણ સરસ સમજણ આપેલી હોય છે જેથી સામાન્ય વપરાશકર્તાઓને (યુઝર, ભાઇ..) સરળતાથી સમજ પડી જાય. અને તમારા બ્લોગમાં લોગીન કર્યા પછી Presentation ટેબમાં જઇને જુઓ કે કેટલી બધી થીમ આપેલ છે.. અને Sidebar Widgets થી બ્લોગમાં સરસ રીતે તમને ગમતી વસ્તુઓ (દાત. ફ્લીકરનાં ફોટાઓ, મીબો મેસેન્જર) તમે ગોઠવી શકો છો.
* જો તમે પોતાનું વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન (દાત. http://utkarsh.org/blog) વાપરતાં હોય તો, ધ્યાનમાં રાખો કે તમે છેલ્લાં સિક્યુરીટી અપડેટ ધરાવો છો. નહિતર.. તમારો બ્લોગ હતો ન હતો થવાની પૂરી સંભાવના છે



ખરેખર તમે આ સારુ કામ કરો છો
પંકજ્
March 26, 2007 at 1:22 AM
ભાઇ મિસ્ત્રિ તમે ક્યાના…?
પંકજ્
March 26, 2007 at 1:23 AM
I am from Palanpur (North Gujarat), Currently at Mumbai
)
Kartik Mistry
March 26, 2007 at 9:42 AM
કાર્તિકભાઇ
વર્ડ્પ્રેસ નો ઉપયોગ સરળ રીતે થાય તેવી ભાષામાં નિર્દેશીકા બનાવી આપશો તો ગુજરાતી બ્લોગ જગતમાં કંઇ કેટલાય નવા સર્જકો અને સાહિત્ય રસીકો પેદા કરવામાં તમારુ અમુલ્ય યોગદાન રહેશે.. આગોતરા શત શત આભાર
vijayshah
March 27, 2007 at 12:38 PM