નવાં પુસ્તકો..
* થોડા દિવસ પહેલાં થોડા બીજા પુસ્તકો લાવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું.
- મન્ટોની વાર્તાઓ: અનુ. શરીફા વીજળીવાળા. કંઇ કહેવું પડે? મન્ટોનો હું મોટો આશિક બની ગયો છું. આ પહેલા વિનોદ ભટ્ટજી એ લખેલ એક પુસ્તકથી મને થોડો પરિચય થયેલ..
- મોતીચારો: આઇ.કે.વીજળીવાળા. સરસ પુસ્તક, દરેકે વાંચવું જોઇએ.
- પેડલ પર પૃથ્વી પરક્રમા: મહેન્દ્ર દેસાઇ. સરસ. મારે પણ કંઇક કરવું જોઇએ!
- બ્રધરસ કારામાઝોવ: ફિયોદોર દોસ્તોવસ્કી. અંગ્રેજી ક્લાસિક. માનવ મનને સમજવા માટેનું એક સરસ પુસ્તક.
- બાળ નામાવલી: નવનીત પ્રકાશન. બકવાસ નામો, તમે ના લાવતા.. કોઇ સારા પુસ્તક નું સૂચન કરશો? આ માટે..?




અરે, કાર્તિકભાઈ કોઈ પુસ્તક લાવવું એના કરતા તો આપણા ગુજરાત સમાચારમાં આવતી ઝાકળઝંઝા ને વાર્તાઓ માં ખુબ જ સરસ અને નવા નાવા નામો આવે છે તે જ જોવા જોઈએ એવો મારો ખ્યાલ છે કારણ કે મોટાભાગ ના પુસત્કોમાં એ વર્ષો જુના નામો હોય છે
જીગર
April 13, 2007 at 9:39 AM
હમમ. ઝાકળઝંઝાના પ્રિયકાંત પરીખજી નવાં-નવાં નામો ક્યાંથી શોધી કાઢે છે?
Kartik Mistry
April 16, 2007 at 10:00 AM