મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ચાલો હસીએ..

with 4 comments

* ‘ચાલો હસીએ’ (એશિયા તથા પેસેફિક દેશોની વાર્તાઓ, ઉખાણાં તથા કહેવતો, સંપાદક: ધીરુબહેન પટેલ) નામનું એક સરસ પુસ્તક મારા હાથમાં આવ્યું તેમાંથી નીચેનાં ઉખાણાં લીધા છે. જેના જવાબો જો તમને આવડે તો કોમેન્ટ તરીકે મુકો. હું બે-ત્રણ દિવસ પછી તેને પોસ્ટ કરીશ.

૧.બે માણસોએ માછલી પકડવા પાણીમાં ડૂબકી મારી,  જ્યારે તેઓ બહાર આવ્યા, ત્યારે એકના વાળ ભીના હતા, બીજાના નહીં. એવું કેમ બન્યું? (પાપુઆ ન્યૂ ગિની)

૨. જે એમાં રહે છે તેણે એ નથી જોયું, જે એમાં ગયો જ નથી, તેણે બરાબર જોયું છે. (જાપાન)

૩. અડકો તો જડે, પણ નીરખો તો ન જડે. (ઇન્ડોનેશિયા)

Written by Kartik Mistry

April 26, 2007 at 5:20 PM

4 Responses

Subscribe to comments with RSS.

  1. 1. બીજાને માથે તાલ?
    2. ?
    3. અંધારામાં વસ્તુઓ , તડકો?

    સુરેશ જાની

    April 28, 2007 at 1:12 AM

  2. એક જવાબ સાચો, બાકી ગલત જવાબ, સર!

    Kartik Mistry

    April 28, 2007 at 10:19 AM

  3. Answer fro : 3 — Electricity

    Piyush shah

    May 19, 2007 at 4:24 PM

  4. સાચા જવાબો:
    ————-
    ૧. બીજાને માથે ટાલ હતી, સુરેશ દાદા તમે સાચા!
    ૨. શબપેટી!
    ૩. કાન
    ————-

    Kartik Mistry

    May 24, 2007 at 12:01 PM


Leave a Reply