મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for May 11th, 2007

રાજ ટ્રાવેલ્સની વાતો…

with 2 comments

* અમુક વ્યક્તિ ખાલી વાતો કરતી હોય ત્યારે મારો એક મિત્ર કહે છે “વાતો …” એમ તેવી જ રીતે આ રાજ ટ્રાવેલ્સ વાળા ખાલી વાતો જ કરે છે. મમ્મીને અમદાવાદ-થી-મુંબઇ આવવાનું હતું તો મામાએ વળી રાજ ટ્રાવેલ્સ ની ટીકીટ લીધી, જેથી આરામથી અવાય. પણ, પહેલા તો બસ ૮ ની જગ્યાએ ૯, ૯.૩૦ ની થઇ ગઇ, વોલ્વોની જગ્યાએ બીજી બસ મુકાઇ અને બ્લેન્કેટ વગેરે તો ખાલી એડવર્ટાઇઝ માટે જ હોય છે, તેમ લાગે છે. ૧૦૦૦ રુપિયાની માંથી એમણે ૩૦૦ પાછા આપ્યા એટલું સારું કહેવાય. મોટી વાત તો એ કે મુંબઇમાં જે જગ્યાએ ઉતરવાનું સરનામું આપ્યું તે બદલી નાખ્યું. સારું થયું કે મારા ભાઇએ ફોન કરી ખાતરી કરી અને મમ્મીએ પણ રસ્તામાંથી પૂછીને ફોન કર્યો. નહિતર, મુંબઇમાં માણસ ખોવાતા કેટલી વાર?

એટલે રાજ ટ્રાવેલ્સનાં નામની X. આવજો…

Written by Kartik Mistry

May 11, 2007 at 12:59 PM