Archive for May 27th, 2007
થીમમાં ચેડા અને તેનું પરિણામ..
* રવિવાર છે એટલે સવારે હું થીમમાં ચેડા કરતો હતો અને જોતો હતો કે મારી પ્રિય એવી Shocking Blue Green થીમ સિવાય બીજી કોઇ સારી થીમ છે કે નહી. અને પરિણામ બહુ ખરાબ આવ્યું. તે થીમ જતી રહી. મારી પાસે તેની css ફાઇલ છે, પણ વર્ડપ્રેસ.કોમ વાળા બ્લોગમાં css નાં ફેરફારની સુવિધા નથી
મેં મારી પોતાની વેબસાઇટ ઉપર ગુજરાતી બ્લોગ ફેરવવાનો પ્રયત્ન કર્યો પણ, પછી વિચાર આવ્યો કે આ યુઆરએલ હવે સેટ થઇ ગયું છે, તો વારંવાર બદલવું કેમ.. આ થીમ થોડી ઠીક છે. ગુજરાતી અક્ષરોની વાટ લાગતી નથી એટલું સારુ છે.
* અપડેટ: હવે મારો અંગ્રેજી બ્લોગ પણ વર્ડપ્રેસ પર જ છે!
આ બ્લોગ કેમ?
તમને થતું હશે કે ફોટો અપલોડ કરવાની આટઆટલી સગવડો (ફ્લીકર, પિકાસા, ગેલેરી વગેરે) હોવા છતાં ફોટાઓ માટે બ્લોગ બનાવવાની જરુર શું?
મને ફોટો-બ્લોગનો વિચાર ગમ્યો કારણકે, તેમાં માત્ર ફોટાઓ જ હોય, શબ્દોની વધુ મારામારી ન હોય. તો હવે પછી, ‘એક ચિત્ર ૧૦૦૦ શબ્દો કરતાં વધુ કહે છે’ એમ માનજો — આ બ્લોગ માટે તો ખાસ!
આવજો!!

