ગુજરાતી વેબસાઇટ: એક પરિક્ષણ
* કદાચ અહીં આવતા બધાને ખબર છે કે હું ડેબિયન લિનક્સ ઉપયોગ કરુ છું. તો, મને જરા નવાઇ લાગી કે અમુક લોકપ્રિય સાઇટ મારા પીસી પર બરાબર કેમ દેખાતી નથી. તો, ચાલો જરા જોઇએ..
૧. યાહુ ગુજરાતી: આ યાહુ નો નવો પ્રયોગ છે, પણ આ સાઇટ મારા મશીન/બ્રાઉઝરમાં ન ચાલી. તમે તેનો સ્ક્રિનશોટ જુઓ. લખાણની જગ્યાએ ખાલી જગ્યા દેખાય છે, માઉસને તેના પર લઇ જતાં ક્લિક થાય છે, એટલે આપણને ખબર પડે કે આ ફોન્ટનો પ્રોબ્લેમ છે..
તો હવે કરવું શું? એટલે મેં તેના પેજ સોર્સમાં જોયું.. ત્યારે ખબર પડીકે યુનિકોડમાં બનાવાઇ હોવા છતાં, આ વેબસાઇટ જોવા માટે માઇક્રોસોફ્ટનાં Shruti ફોન્ટ હોવા જરુરી છે
તમે તેનો સોર્સ જુઓ..
૨. રીડગુજરાતી.કોમ: આપણી આ સાઇટ પણ મને બરાબર દેખાતી નથી. કારણ, ખબર નહી, પણ તે કદાચ વધારે પડતી જાવાસ્ક્રિપ્ટ વાપરે છે. પેજ સોર્સ જોતાં તે એવી ટેકનિક વાપરે છે – જે ગુગલનાં સ્માર્ટ સ્પાઇડર અને વેબ ક્રાઉલરને હવે હજમ થતી નથી. જુઓ સ્ક્રિનશોટ અને તેનો પેજ સોર્સ!!
અને પાનાંનો સોર્સ.. ખાસ કરીને કી-વર્ડની ટેકનિક..
ધ્યાનમાં રાખો કે તમે તમારી ગુજરાતી યુનિકોડ વેબસાઇટ બનાવો ત્યારે આવી ભૂલો ન કરતાં!!






હું ઓફિસમાં અને ઘરે ઓપેરા (પોર્ટેબલ) બ્રાઉસર વાપરું છું. ઓપેરા સાથે પણ ફોન્ટના આવા જ પ્રોબલેમ થાય છે!
વિનય ખત્રી
June 9, 2007 at 4:34 PM
http://gujaratisahityasarita.wordpress.com પણ Shruti font એમ્બેડ કરીને લખે છે
આવા બ્લોગની યાદી હું કોમેનેટ રુપે મૂકતો રહીશ..
Kartik Mistry
June 11, 2007 at 4:59 PM