મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

નવાં આકાર અને રેખા યુનિકોડ ફોન્ટસ

with 11 comments

* લોકો બૂમો પાડે છે કે યુનિકોડ ગુજરાતી ફોન્ટ નથી મળતાં.. વગેરે.

પણ, હવે એમને થોડા શાંત કરવા માટે નવાં આકાર અને રેખા ગુજરાતી યુનિકોડ ફોન્ટસ (આવૃતિ ૦.૨) તમે હવે ઉત્કર્ષનાં ડાઉનલોડ પાનાં પરથી મેળવી શકશો. આ ફોન્ટ વાપરવામાં તમને કંઇ પ્રોબ્લેમ, પરેશાની કે મુશ્કેલીઓ પડે તો, તમારાં સૂચનો અહીં અથવા ગુજરાતીલેક્સિકોન – ઉત્કર્ષનાં બ્લોગ પર કોમેન્ટ તરીકે કરો અથવા ઉત્કર્ષની સાઇટ ઉપરથી સંપર્ક કરો.

* રેખા ફોન્ટનું ઉદાહરણ:

રેખા ફોન્ટનું ઉદાહરણ

* આકાર ફોન્ટનું ઉદાહરણ:

આકાર ફોન્ટનું ઉદાહરણ

* ઉપરનું વાક્ય લખવાની પ્રેરણા મને આ વીકીપીડિઆનાં આર્ટિકલ પરથી મળી. તમે મને એવું ગુજરાતી વાક્ય આપી શકો જેમાં ગુજરાતી કક્કાનાં બધા જ અક્ષરોનો સમાવેશ થઇ જાય? એડવાન્સમાં આભાર!

11 Responses

Subscribe to comments with RSS.

  1. સરસ… ફોન્ટ્સ જોઇને ગમ્યું

    પણ આ વાક્યનો ગુજરાતી અનુવાદ ગમ્યો.. :)

    કુણાલ

    June 11, 2007 at 2:33 PM

  2. અનુવાદ ગમ્યો કે ન ગમ્યો? ;)

    Kartik Mistry

    June 11, 2007 at 4:18 PM

  3. ખરેખર સરસ છે આ ફોન્ટતો. ડાઉનલોડ કરવા પડસે.

  4. ઇ.સ. 1978 ની 25 તારીખે, 06-34 વાગે, ઐશ્વર્યવાન, વફાદાર , અંગ્રેજ ઘરધણીના આ ઝાડ પાસે ઉભેલા બાદશાહ; અને ઓસરીમાંના ઠળીયા તથા છાણાના ઢગલા દુર કરીને, ઔપચારીકતાથી ઉભેલા ઋષી સમાન પ્રજ્ઞાચક્ષુ ખાલસાજી ભટ મળ્યા હતા.

    આમાં ‘અ’ ની બારાખડી ; ‘ક’ થી ‘જ્ઞ’ વ્યંજનો અને 0 થી 9 ના આંકડા આવી જાય છે !!!
    ( ઉંઝા જોડણીમાં )

    સુરેશ જાની

    June 12, 2007 at 11:50 AM

  5. સુરેશકાકા, તમારો ખૂબ ખૂબ આભાર :)

    Kartik Mistry

    June 12, 2007 at 11:56 AM

  6. સુરેશકાકા મજા પડી ગઈ… :) વાહ…

    કુણાલ

    June 12, 2007 at 1:38 PM

  7. અલ્યા ભાયું ! રાતના 12 થી 1 મથ્યો તાણેં આ બેઠું ! હુતાં પહેલાં છ પાનીયાં પસ્તીમાં ફંગોળ્યા ‘તા, મારા બાપ !!!

    સુરેશ જાની

    June 12, 2007 at 8:18 PM

  8. [...] ભાઇ શ્રી. કાર્તીક મીસ્ત્રીના બ્લોગ ‘મારા વીચારો, મારી ભાષામાં’ પરની એ…વાંચીને આ ડોહાને શુર ચડ્યું કે [...]

  9. બહુ ઉમદા પ્રયત્ન છે. આ જ રીતે એક ફોન્ટ-રેંજ મળી જશે જશે પછી લોકોને ઓર મજા પડશે.
    આપની મહેનત માટે ધન્યવાદ.

    પંચમ શુક્લ

    June 12, 2007 at 9:35 PM

  10. દાદા.. તમ તો ભારે કીધી હો !!!!

    Nilesh Vyas

    June 13, 2007 at 12:57 PM

  11. Kartik,

    Now you must convert Suresh Dada’s post in new fonts. You inspired Dada – કેવુ પડે હો!!

    Pinal Dave

    pinaldave

    June 14, 2007 at 1:50 AM


Leave a Reply