૧૫ દિવસ મુંબઇમાં..
* હવે ૧૫ દિવસ (કે તેથી વધુ) હવે મુંબઇ (એટલે કે ઘરે) છું. વરસાદ અને બીજી ઘણી ચીજોનો લ્હાવો લેવાનો છે. થોડું ઘણું ફોન્ટ અને ડિક્શનેરીનું બાકી કામ પણ કરવાનું છે, પણ ઓફિસિયલી હું વેકેશન પર છું
તેમ છતાં સવારે ૭ વાગે આવીને મારા ડેબિયન પેકેજનો એક પ્રોબ્લેમ સોલ્વ કર્યો પછી બ્રશ કર્યો..



vyavasaay ne maate aavu gaandpan bau saaru nai…. passion -bassion to badhu theek motabhai….. baaki aatlu badhu kaam na karaay..
કુણાલ
June 16, 2007 at 6:30 AM
ઘરે બેસીને જે કામ કરુ છું તે વ્યવસાય માટે નથી. ડેબિયન પ્રોજેક્ટમાં હું (અને મારા જેવા બીજા લગભગ ૧૦૦૦ + લોકો, હું હજી ઓફિસીયલ ડેવલોપર નથી!!) એકપણ રુપિયો (કે ડોલર, પાઉન્ડ, યુરો કે દિનાર) લીધા વગર વોલિયન્ટરી કામ કરે છે.
અને આ કામને અમે સેવા નથી કહેતા
આપણે તો સેવાના નામે ઘણા મેવા લઇએ છીએ. પ્રોજેક્ટ જોવો હોય તો, ડેબિયન, ઓપનઓફિસ.ઓર્ગ કે અપાચે જુઓ. વોલિયન્ટરી હોવા છતાં તે માઇક્રોસોફ્ટ જેવા માતબર (ચોર, લુટારાઓ) ને હંફાવે છે..
Kartik Mistry
June 17, 2007 at 12:24 AM
e vaat to ekdum saachi… oo.o to mane khabar j chhe… ane apache pan thodu use karelu…. aavu kaam hoy to to majaa… baaki nokri aavi na thaay… pan aa kaam to ghanu saras… MS to kashu nathi.. bas sahelaai thi paisa kamavanu saadhan chhe. bas…
કુણાલ
June 17, 2007 at 11:47 PM
એ ભાઇ કાર્તીક ! આ ડેબીયન શું બલા છે? અમને સમજાવશો – સાદી ભાશામાં ?
મહેન્દ્ર પંચાલ
June 18, 2007 at 5:18 AM
મહેન્દ્રભાઈ,
ડેબિયન એ લિનક્સ/લાઈનક્સ નામની ઓપરેટીંગ સીસ્ટમ, જે ઓપન સોર્સ છે, તેની એક ફ્લેવર – એટલે કે પ્રકાર છે…
જેમ વિન્ડોઝ એક ઓપરેટીંગ સીસ્ટમ છે તેમ લિનક્સ/લાઈનક્સ (Linux) પણ એક ઓપરેટીંગ સીસ્ટમ છે.. પણ વિન્ડોઝ એ કોમર્શીયલ છે… એટલે કે માઈક્રોસોફ્ટ કંપની પાસે ખરીદવી પડે છે.. પણ લિનક્સ એ ઓપન સોર્સ છે.. જેનો અર્થ એ કે એનું લાઈસન્સ ખરીદવા માટે પૈસા ખર્ચવા પડતાં નથી… અને એનો સોર્સ-કોડ, એટલે કે એનું પ્રોગ્રામીંગ કરેલું છે તે code, દરેકને available છે.. એટલે ઘણા બધાં સોફ્ટવેર પ્રોફેશનલ્સના ગ્રુપ પોતાની અલગ ફ્લેવર બનાવીને ઓપન મૂકી દે… અને જેને પણ એમાં volunteery કામ કરવું હોય તે કરી શકે… જેમકે, કોઇએ sound driver નું કોડીંગ કરીને આપી શકે, કોઇએ એના માટે અલગથી સરસ મજાનું મ્યુઝીક પ્લેયર code કરીને આપવું હોય તો આપી શકે… પણ આ બધું volunteerily, કોઇ એ કામ માટે વળતર ન માંગે… પણ એ કામ ઘણું technical knowledge માંગી લે છે… બધાં ન કરી શકે… જેમકે મારા જેવા
.. અને જો તમે એક વાર લિનક્સ વાપરો તો ફરી વિન્ડોઝ ને અડવાનું મન ન થાય તમને એની ગેરેંટી હું આપુ છુ..
કુણાલ
June 18, 2007 at 11:32 AM
કુણાલ, સરસ રીતે લિનક્સની સમજણ આપવા બદલ આભાર..
Kartik Mistry
June 18, 2007 at 1:57 PM
કાર્તિક તથા તેના જેવા બિજા ઓપન સોર્સ ડેવલપર ભેગા થઇ ને માઇક્રોસોફટ તથા કોમર્શિયલ કંપનિ ને હંફાવે છે આ સેવા નહિ પણ તેનાથી પણ વિશેષ કામ છે.આ સવાલ છે આઝાદી નો… કોમ્પયુટર સોફટવેર ઉપયોગ કરવા ની,વધારે બહેતર બનાવવા ની, મફત મા વહેચવા ની અને ઓપન તથા ફ્રી રાખવા ની આઝાદી નો…. પણ સાથે સાથે સોફટવેર ની પાયરસી શું છે તે લોકો ને ખબર પડશે ત્યારે ઓપનસોર્સ તરફ વળશે.. હુ પણ એક નાનો પ્રયાસ કરિ રહયો છુ, બિઝટેક એકેડમિ દવારા ઓપન સોર્સ ના ઉપયોગ તથા ડિવલેપમેન્ટ મા જાગ્રુતી લાવિ અને તથા કોલેજો તથા યુનિવર્સિટી મા સેમિનાર દ્વારા..
આચાર્ય પ્રસન્ન, Biztech IT Academy, Rajkot, Gujarat.
info@biztech.co.in
Acharya Prasann
August 26, 2008 at 1:18 AM
થેન્કસ પ્રસન્નભાઇ!
Kartik Mistry
August 26, 2008 at 2:58 PM