મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

માતૃભાષા પ્રસાર મંચ દ્વારા આયોજીત સેમિનાર

with 4 comments

* પ ઓગસ્ટે, એસ.વી.પી. હાઇસ્કૂલ, કાંદિવલી ખાતે, માતૃભાષા પ્રસાર મંચનાં પ્રયત્નોથી ગુજરાતી ભાષાનાં શિક્ષણ અંગે એક સરસ સેમિનાર યોજાયો હતો. મુંબઇ સમાચાર (થેન્કસ મીનાબેન) વડે મને જાણ થઇ, પણ પહેલી વાર એવો વિચાર આવ્યો કે, રવિવાર કોણ બગાડે? પણ, પછી મને થયું કે હવે હું પણ પપ્પા છું, કાલે કવિનને પણ કઇ શાળામાં મૂકવો, કયા માધ્યમમાં મૂકવો, તેના મોટા સવાલો મારી સામે આવશે. તો, હું ગયો, અને લગભગ ૧૦ વાગે હું પહોંચ્યો. ૨૦-૩૦ લોકો આવેલા હતા, બીજા હજી આવતા હતા. કાર્યક્રમની રુપરેખા મને આપવામાં આવી. અને ઘણા સમય પછી મેં સરસ્વતીદેવીની આરાધના સાંભળી! અને દરેક વક્તાએ સરસ રીતે પોતાનું વકતવ્ય આપ્યું. ખાસ કરીને, બાલભારતીનાં મેહુલભાઇ અને છેક રાજકોટથી આવેલ ડો. હર્ષદ પંડિતે પોતાની વાત સચોટ અને મર્મભેદી રજૂ કરી. પન્નાબેન અધ્વર્યુએ ગુજરાતી માધ્યમની પડતીનાં કારણોની સવિસ્તૃત ચર્ચા કરી. પછી તો, ઘણી વાતો ચાલી. સમય ખૂટી પડ્યો અને ભોજનનો સમય થઇ ગયો :) જયેશભાઇ એ આભારવિધિ કરી. આ સેમિનારનો વિસ્તૃત અહેવાલ આજનાં દિવ્ય ભાસ્કરમાં આવેલ છે (જોકે ઇન્ટરનેટ પર નથી..).

કંઇક નક્કર કામ થાય તો વધારે મજા આવે — અને તે થઇ રહ્યું છે. સ્મિતાબેન પાટકર, સંધ્યાબેન (બાલભારતી) અને તેમનાં જેવા ઉત્સાહી લોકો છે તો, ગુજરાતી માધ્યમ રહેવાનું જ છે.

4 Responses

Subscribe to comments with RSS.

  1. આ જાણીને ઘણો આનંદ થયો!

  2. હાજર રહીને તેં બહુ જ સારું કામ કર્યુ.આવા રચનત્મક કામ થતા રહે છે તે જાણી બહુ આનંદ થયો.

    સુરેશ

    August 8, 2007 at 9:30 PM

  3. સારી વાત છે! પરંતુ આવું કાંઈક કરવું પડે એ ચીંતાજનક પણ છે. મારી એક મીત્રએ કહેલી વાત યાદ આવે છે:

    મને કેક અને ઢેબરાં બહુ જ ભાવે છે. પણ જો બન્ને સાથે હોય તો હું ઢેબરું પહેલું ખાઉં. કેકનો વારો પછી…

    Chirag Patel

    August 8, 2007 at 9:38 PM

  4. કારણકે, મીઠી વસ્તુ પાછળથી ખાવાની મજા આવે. જોકે બહુ ગળપણથી ઘડપણે દાંતમાં દુખાવો બહુ નડે..

    Kartik Mistry

    August 9, 2007 at 11:04 AM


Leave a Reply