મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

વિરાટ… પુસ્તકમેળો…

with 4 comments

* પરમ દિવસે મને ખબર પડી (મીનાબેને કહ્યું અને દિવ્ય-ભાસ્કરમાં પણ સમાચાર અને જાહેરાત આવેલી..) કે કાંદિવલીમાં વિરાટ પુસ્તકમેળાનું આયોજન એન.એમ.ઠક્કર એન્ડ કંપનીએ કરેલું છે. પીઝાહટની પાસે હોવાથી જગ્યા મળી ગઇ અને પીઝા પણ ખાવાનું મન થયુ હોવાથી હું અને કોકી અને અતુલ (કોકીનો ભાઇ) કવિનને ઘરે મુકીને પીઝા+બુકફેર માટે ગયા. પીઝા ખાવામાં તો વાર ન થઇ પણ બિલ લાવતા ૧૫ મિનિટ થઇ ગઇ અને ‘કવિન જાગી ગયો છે’ તેવા સમાચાર આવ્યા એટલે માત્ર હું જ પુસ્તક મેળામાં ગયો. ૫ દુકાનોની અંદર છુટા-છવાયા પુસ્તકો ત્રણ સાઇડમાં ગોઠવેલા હતા. કંઇ ખાસ મજા ન આવી, પણ ચાર પુસ્તકો લીધા.

૧. ઇગો – ચંદ્રકાંત બક્ષી – સરસ પુસ્તક. એક તરફ બક્ષીજીનાં ફોટા અને બીજી તરફ અવતરણો..
૨. અતીતવન – ચંદ્રકાંત બક્ષી – ઇતિહાસને જાણવા, સમજવા માટે જરુરી..
૩. કિમીયાગર
૪. તમે અને તમારુ નિરોગી બાળક – ખાસ કોકી માટે :)

4 Responses

Subscribe to comments with RSS.

  1. ચાલો સરસ, પણ કાંદિવલી ના પીઝાહટ પાસે એટલે, થાકુર વિલેજમા કે ? પણ ત્યાંતો કઈંજ નથી !!!

    પ્રતીક : Pratik

    October 22, 2007 at 3:16 PM

  2. કાંદિવલી વેસ્ટમાં, મહાવીરનગરમાં.. :P

  3. :) chaaalo kaik to kaam nu malyu … pan aava pustak melaao ghana agatya na bani gaya chhe aajanaa samaye jyare navi pedhi vaanchan taraf sug kelvi rahi chhe …..

    કુણાલ

    October 22, 2007 at 11:30 PM

  4. ઑહ, ઓકે. સુરત મા પણ દર વર્ષે SMC દ્વારા “પુસ્તક મેળા” નુ આયોજન થાય છે. અને એ પણ ખુબ જ મોટા પ્રમાણ મા. હું દર વખતે ત્યાં જાવ છુ.

    પ્રતીક : Pratik

    October 23, 2007 at 2:37 PM


Leave a Reply