મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ગુજરાતી સાહિત્ય પરિષદ: દિવસ ૧

with one comment

* આજે બપોરે બધા અહીં એટલે કે ગાંધીનગર આવ્યા.

પરિષદની શરૂઆત સરસ રહી, બધા વક્તાઓએ સરસ (અને ટૂંકું) વકતવ્ય આપ્યું. અને રતિકાકાએ પણ સ્ટાઇલમાં મજાનું વકતવ્ય આપ્યું. અને જે વસ્તુ માટે આતુરતાથી રાહ જોવાતી હતી તે ગુજરાતીલેક્સિકોન લોન્ચ પણ સારી રીતે સંપન્ન થયું (થોડી સ્ક્રિનની ગરબડ સિવાય). જમવાનું પણ સરસ હતું. અને લેક્સિકોનનાં સ્ટોલને પણ સારો પ્રતિસાદ સાંપડ્યો. સમગ્ર ગોઠવણ સરસ છે. સ્ટોલતો અત્યાર સુધીની દરેક કોન્ફરન્સમાં સરસ રીતે ગોઠવેલ છે. (જય ગવર્મેન્ટ).

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ પણ છે.

રાત્રે નરસિંહ મહેતાનાં જીવન અને ભજન પર ચતુષ્ પરિમાણિય કાર્યક્રમ હતો. નરસૈયા જેવી ટોપી અન કરતાલ બધાને આપેલ.

નરસૈયો

અપડેટ: જુઓ ઉપરનો ફોટો!!

જેમને માત્ર વાંચેલ એવા રઘુવીર ચૌધરી, વિનેશ અંતાણી અને અન્ય ધુરંધરોને જ્યારે મળવાનું થયું ત્યારે મજા આવી.

One Response

Subscribe to comments with RSS.

  1. હું ય તમારે પાછળ જ બેઠોતો, ભઇ મનેય મજા પડી ગઇ. નરસૈયાએ તો રંગ રાખ્યો. તમે પણ આ વેબસાઇટુ પર સરસ કામ કરો છો. અભિનંદન.

    nrshuka

    January 11, 2008 at 9:51 PM


Leave a Reply