મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ઇન્ટરનેટ વગરની એક કાળ રાત્રિ

with 2 comments

* ગઇકાલે મારું યુ.એસ.બી. મોડેમ જીટો એક્ઝિબિશન માટે આપેલું હતું, એટલે મારે ઇન્ટરનેટ વગરની કાળ રાત્રિ ગુજારવી પડી. મને થયું કે હવે કરવું શું? કવિનને થોડી વાર રમાડ્યો. તે પણ સુઇ ગયો, પછી શું. આપણને તે બે-ત્રણ કલાક કોમ્પ્યુટર સામે કંઇ કીડા કર્યા વગર ન ચાલે (જોબ સિવાય..). તો, મેં શરુ કર્યું મને ન ગમતું એવું વિન્ડોઝ અને થોડીવાર જીટીએ ગ્રાન્ડ થીફ ઓટો ગેમ રમી. પછી, થોડી વાર કેટાકોમ્બસ નામનું ફાલતુ મુવી દેખ્યું. અને છેવટે સુઇ ગયો.. :)

હવે મને વિચાર આવે છે કે ઇમેલ અઠવાડિયા સુધી ન જોવા મળતા હતા, તે મારા દિવસો કેવા હતા. કોલેજમાં (એલ.ડી. એન્જિ.) માં અમારી બેચને પ્રથમ ઇન્ટરનેટ કનેક્શન મળ્યું હતું ( મોટા ભાગે ફાલતુ સર્ફિંગ માટે જ તે વપરાતું હતું ). અને કોલેજ અને હોસ્ટેલની સામે (કોમર્સ છ રસ્તા)નાં સાયબર કાફેમાં પણ મારા ધામા રહેતા હતા.

2 Responses

Subscribe to comments with RSS.

  1. ઈન્ટરનેટની આટલી બધી ગુલામી? આ વ્યસનથી બચો મિત્ર.
    ચશ્માના નમ્બર ઓર વધી જશે….

    manish patel

    January 6, 2008 at 6:04 PM

  2. ચશ્માનાં નંબર તો ગાજર ખાવાથી કાબુમાં રહેશે. વ્યસન ઇન્ટરનેટનું નથી, હેકર મગજ હોય તો આવું જ થાય, ભાઇ. જ્ઞાનની પિપાસા કાબુમાં ના રહે.

    Kartik Mistry

    January 6, 2008 at 10:37 PM


Leave a Reply