મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

આ વીક કેવું જશે?

with one comment

* અત્યારે હું અમદાવાદ થી મુંબઇ જતી સૌરાષ્ટ્ર ટ્રેઇનમાં બેઠો-બેઠો આ બ્લોગ પોસ્ટ લખી રહ્યો છું. આજુ-બાજુનાં લોકો કંઇ ઇન્ટરેસ્ટિંગ લાગતા નથી, એટલે લેપટોપ ખોલીને કંઇક કામ પર કરવાની ઇચ્છા ધરાવું છું. સ્ટેશન પરથી આ વખતે અભિયાન લીધું. એકંદરે તે મસાલા ટાઇપનું મેગેઝિન લાગે છે. આખું મેગેઝિન વાંચી લીધા પછી મને થયું ચાલો આપણું રાશિ ફળ વાંચીએ. એકદમ મસ્ત ગોળ-ગોળ લખેલ છે. અને આ તો ભાઇ બેજાન દારૂવાલા છે (એક તો એ બેજાન છે અને ઉપરથી દારૂવાલા છે). એક જણ પૂછે છે મારો પતિ પરદેશ ગયેલ છે. ક્યારે પાછો આવશે? હું હોવ તો જવાબ આપુ કે જ્યારે વીઝાની મુદ્ત પૂરી થશે ત્યારે! અરે મારી બહેન, તારા પતિને જ પૂછને..

One Response

Subscribe to comments with RSS.

  1. હા હા હા :D … આ રાશી ભવિષ્યની કોલમ કોઇ કોમેડી લેખ કરતાં ઓછી રમૂજી નથી હોતી … !!! લોકો ના સવાલ જ એવા હોય કે !!!

    આ તો પેલા જેવું કે લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે …

    હા જ્યોતિષશાસ્ત્ર પણ સાચુ હોય શકે પણ બધા કંઈ એમાં પારંગત હોય એ જરૂરી નથી … એ પણ સમજવુ જરૂરી છે …

    મારી ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ અમારા પાડોશીમાં રહે તે કાકા કોઇ જ્યોતિષીને જબરદસ્તી અમારા ઘરે લઈ આવ્યા અને મારી હસ્તરેખા જોઇને એમણે કોઇ મૂર્ખ વ્યક્તિ એને પૈસા આપીને હવન કરાવવા રાજી થઈ જાય એવી ભયાવહ આગાહી કરી … “બેટા, તારુ આ પરીક્ષામાં પાસ થવુ ખુબ જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે .. !!!” … મેં અને મારા પપ્પાએ શાંતીથી એ ભાઈને ભળતી વાતો કરીને રવાના કરી દીધા… :)

    કુણાલ

    January 14, 2008 at 5:52 PM


Leave a Reply