મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

કેડીઇ ૪: જોઇએ છે ગુજરાતીઓ..

with 6 comments

* KDE 4 (એટલે કે કેડીઇની ૪.૦ આવૃત્તિ) આવી ગયું છે. હવે, તમને થશે આ કેડીઇ વળી શું ચીજ છે? કેડીઇ એ લિનક્સનું એક ડેસ્કટોપ છે, જે Qt નામની ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી પર આધારિત છે. અને તે દેખાવમાં સરસ હોવાની સાથે વાપરવામાં એકદમ સરળ છે. આનંદની વાત છે કે હવે તમે આ સમાચાર તેની વેબસાઇટ પર પણ ગુજરાતીમાં વાંચી શકશો.

.. અને જેમને કેડીઇ-ઇન્ડિઆનાં એકદમ ઝકાસ શૂરવીરોને મળવું હોય તેઓ, http://www.kde.in ની મુલાકાત લઇ અમને મળી શકે છે. જો તમે IRC વાપરતાં હોવ તો, તમારાં IRC સોફ્ટવેરને irc.freenode.net સર્વર પર #kde-in પર જોડાવા કહો!

તો, હવે કામ આ કરવાનું છે: KDE ગુજરાતીમાં ફેરવવા, માણવા અને જોવા માટે જોઇએ છે, ગુજરાતી અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતાં બે-ત્રણ ઉત્સાહી લોકો. ટીમ તો સાઇટ પર આપેલ છે, પણ તે નિષ્ક્રિય છે.

છે કોઇ? આરંભે શૂરા ગુજરાતીઓ, મારો સંપર્ક કરી, આ પડકાર ઝીલીને, આ કહેવત ખોટી પાડો!!અને, આ છે કેડીઇનું ચિહ્ન જોરદાર કેટી..

6 Responses

Subscribe to comments with RSS.

  1. અનિમેષ, આભાર. તારીખની ભૂલ ટૂંક સમયમાં સુધારાઇ જશે..

  2. આરંભે શુરા ગુજરાતીની જમાતમાં આપશ્રીનો પણ સમાવેશ છે, એ ભુલશો નહી.
    ને આપશ્રીએ શું ઉકાળ્યું છે એ તો જરા સમજાવો ??

    M M Patel

    January 13, 2008 at 7:52 PM

  3. Debian (Package Maintenance, Debian Installer Translation in Gujarati), OpenOffice.org, Firefox, Thunderbird, Gnome, KDE (Localization), Gujarati Unicode Fonts (aakar, rekha..)..

    Also, Utkarsh.org and GujaratiLexicon.com (પણ આ બે તો, જોબનાં ભાગ રૂપ છે).

    માત્ર આટલું જ ઉકાળ્યું છે અને હવે વીકીપીડીઆ પર ઉકાળવાનો પ્લાન તો છે. તમે શું ઉકાળી રહ્યા છો, સાહેબ?

  4. Hi Kartik,
    I think I too is among the “Aarambhe sura Gujaratis” but this time I would seriously love to be part of this team ;-) ,
    Can you Please elaborate as to which technologies are used in this translation work(I guess Python).
    I was working on perl under Unix environment from last two years.

    Bhargav

    February 13, 2008 at 5:29 PM

  5. [...] જાન્યુઆરી થી ઓક્ટોબર – ૧૦ મહિનાની મહેનત પછી અમે (હું, [...]

  6. [...] કેડીઇ ગુજરાતી ભાષાંતરની શરૂઆત. [...]


Leave a Reply