હીક હીક..
* થોડાં સમય (લગભગ એક વર્ષ પહેલાં!) હું જ્યારે ગુજરાત વિદ્યાપીઠ ખાતે હતો, ત્યારે ત્યાં એક વિશાળ દારૂબંધીની રેલી થયેલી અને તેમાં સરસ મજાનાં બેનર બનાવેલા. તેનાં થોડાક ફોટાઓ મને મારાં કોમ્પ્યુટરમાંથી અચાનક મળ્યાં. તમને પણ મજા આવશે. અંગત રીતે તો, હું દારૂબંધી જેવી ચીજોમાં ખાસ માનતો નથી (એટલે કે કોઇપણ પ્રકારની બંધીઓમાં પણ નથી માનતો).





જાહેરાત તો ઘણી આવી જોવા મળે છે( ગુજરાતમાં) પણ દુઃખની વાત તો એ એ કે જ્યાં દારૂબંધી છે ત્યાં જ વધારેમાં વધારે દારૂ પિવાય છે.
ચિત્રો રમુજી છે!!!
વિશ્વદીપ બારડ
January 24, 2008 at 7:40 PM
અને મેં તો સાંભળ્યું છે કે કહેવાતા ગાંધીવાદીઓ જ દારૂની જયાફતો વધુ ઉડાવે છે…
Kartik Mistry
January 24, 2008 at 8:03 PM
(કોઇપણ પ્રકારની બંધીઓમાં પણ નથી માનતો.)
શું આમાની કોઇ પણ બંધીમાં તમે નથી માનતા? – ભઇબંધી, સંબંધી, ને નસબંધી.
Jignesh
January 24, 2008 at 9:14 PM
સરસ ઓબ્જર્વેશન છે તમારું!! ગુજરાતી મજાની ભાષા છે.
ભાઇબંધી એટલે ભાઇ જેવો સંબંધ અને આ શબ્દ હકારાત્મક છે.
સંબંધી નો ખ્યાલ નથી અને માનવા જેવું કંઇ ખાસ છે પણ નહી અને શબ્દ નકારાત્મક છે
અને, નસબંધી હજી કરાવી નથી!!
કાર્તિક મિસ્ત્રી
January 24, 2008 at 9:36 PM
રાજસ્થાનમાં બાળકો માટેની બિયર મળે છે! જુઓ http://funngyan.com/2008/04/09/child-beer/
અનિમેષ અંતાણી
April 9, 2008 at 2:22 PM