મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

વર્ષો જુની તીવ્ર ઇચ્છા

with 6 comments

* જ્યારે હોસ્ટેલમાં ભણતો હતો (એટલે કે રહેતો હતો, ભણવા જેવી વસ્તુઓ કોઇ વાર જ થતી) (મેવાડા છાત્રાલય, કોમર્સ છ રસ્તા, નવરંગપુરા)  ત્યારે વિજય ચાર રસ્તા આગળ આવેલ વિજય હેરકટમાં વાળ કપાવવાની એક ઇચ્છા હતી. પણ, પૂરી નહોતી થઇ શકતી કારણકે, તેના ભાવ વધુ હતા, આ વખતે અમદાવાદમાં છું તો, આ એક ઇચ્છા વર્ષો જૂની ઇચ્છા પૂરી થઇ ;)

કોઇ જતાં નહી, બકવાસ વાળ કાપે છે, એના કરતાં તો અમારા ભાદરણનગરનાં કાકા મસ્ત કટ કરી આપે છે..

Written by Kartik Mistry

January 31, 2008 at 6:51 PM

6 Responses

Subscribe to comments with RSS.

  1. :D … ha ha ha

    કુણાલ

    February 1, 2008 at 12:12 AM

  2. આને જ લગતી એક વાત યાદ આવી. સિડનીમાં વાળ કાપવાના ૨૦-૨૫ ડોલર લે છે લોકો… અને એટલું જ નહિ, લોકો આપે પણ છે. જોકે, બીજા ઈન્ડીયન કમ્યુનિટી વધારે હોય એવા સબર્બ્સમાં સસ્તા પણ હતા… પણ જનરલી આ જ ભાવ હતો !! મને તો ફીલ્ડ ચેન્જ કરવાનું મન થઈ ગયું.. ૧૦ મિનિટના $ ૨૦ ના હિસાબે આવક જોઇને … :D

    કુણાલ

    February 1, 2008 at 12:16 AM

  3. ૨૦-૨૫ ડોલર :P વાઉ કરવા જેવો બિઝનેસ છે..

    Kartik Mistry

    February 1, 2008 at 2:43 PM

  4. yes kartikbhai

    mari pan same iccha hati hu guj uni hostel ma reto to same here ke bhav vadhaare hata etle koi divas gayo nahi.. pan yes bogus val kaape chhe..

    tame navrang vijay chay ni kitli ma to maja kayra hase..neways atyare office mathi lakhu chhu so niraate vaat karsu..

    keep sharing these unusual great thingss

    vimal

    February 1, 2008 at 6:32 PM

  5. અમેરીકામાં 15 ડૉલરમાં વાળ કાપનારીઓના હાથે ‘કતલ’ થયા બાદ ભારતનો કોઈ પણ વાળ કાપવાવાળો સારો લાગે છે! :-D

    Chirag Patel

    February 3, 2008 at 12:39 AM

  6. કાપનારીઓ? વાઉ…


Leave a Reply