iરવિવાર
* રવિવારે સવારે મોડો ઉઠીને મામાનાં ઘરે બાપુનગર જવા નીકળ્યો. રસ્તામાં સારંગપુર આગળ પહોચ્યો એટલે ખબર પડીકે એક હોટલ કાલુપુર આગળ પડી ગઇ છે. એટલે પછી પ્લાન બદલીને મણિનગર ગયો. મામા એપલનો આઇફોન લાવેલા તેની જોડે થોડા ચેડાં કરવા માટે મળી ગયાં એટલે મજા આવી ગઇ. આઇફોન પહેલાં તો ચાર્જ કરવામાં મહેનત પડી. તે પીસીનાં યુએસબી પોર્ટ વડે (અથવા તેના ડોક ચાર્જર વડે) ચાર્જ થાય છે.
![]()
પછી સીમકાર્ડ કઇ રીતે નાખવું તેમાં ૧૦-૧૫ મિનિટ લાગી (ઇન્ટરનેટ પર જોયું (ઉપરનું ચિત્ર) એટલે જ ખબર પડી). પછી યુઝર ગાઇડ ડાઉનલોડ કરી દરેક લાક્ષણિકતાઓ વાંચી અને ચકાસી. કેમેરો સરસ છે, અને ઇફેક્ટ્સનો ભરમાર છે. પણ, ખાટલે મોટી ખોડ એ નીકળી કે કોઇનું સીમકાર્ડ તેમાં કામ ન આપી શક્યું.
* ૨૦૦ નંબરની બસ તમને અમદાવાદ-દર્શન કરાવે છે તે આજે ખબર પડી
[ચિત્રો વીકીપીડીઆ.ઓર્ગ માંથી]
[અપડેટ: આઇફોનને મારેલું તાળું કઇ રીતે ખોલવું?]
[અપડેટ: જીજ્ઞેશનો આભાર, મારી વાક્ય રચના તરફ નિર્દેશ કરવા બદલ!]



iPhone looks exciting….is it so difficult to use?
Quite tragic accident of Hotel- I read in news paper.
I know 200/300 are circular roots. 200 is clockwise or anti-clockwise?
One remark:
રસ્તામાં (સારંગપુર) આગળ પહોચ્યો એટલે ખબર પડીકે એક હોટલ કાલુપુર આગળ પડી ગઇ છે એટલે પ્લાન બદલીને મણિનગર ગયો અને ત્યાં એપલનો આઇફોન મામા લાવેલા તેનાં જોડે થોડા ચેડા કરવા માટે મળી ગયાં.
This is a very long sentance. Difficult to read in one go!
તેનાં (તેની) જોડે થોડા ચેડા કરવા માટે મળી ગયાં.
jignesh
February 5, 2008 at 8:35 PM
આઇફોન, હા, વાપરવામાં અઘરો છે — ખાસ કરીને એ માટે, કારણકે આપણે બધાં પરંપરાગત ફોનથી ટેવાઇ ગયેલ છે.
૨૦૦ નંબર ક્લોકવાઇઝ છે (લગભગ)
આભાર!!
કાર્તિક મિસ્ત્રી
February 5, 2008 at 9:42 PM
હું અંગત રીતે આઇફોન લાવવાનો નથી — ઓપનમોકો મારા માટે છે.
કાર્તિક મિસ્ત્રી
February 5, 2008 at 9:48 PM
૨૦૦ નંબરનો રૂટ: http://www.flickr.com/photos/kartik_m/472036880/
Kartik Mistry
March 30, 2008 at 12:56 PM