લગ્નની બીજી વર્ષગાંઠ અને દોડાદોડી..
* ગયા વર્ષની જેમ જ આ વખતે પણ સરસ મજાની દોડા-દોડી થઇ રહી છે. શનિવારે કર્ણાવતી એક્સપ્રેસમાં હુ, કોકી અને કવિન આવવા નીકળ્યાં અને બોરિવલી સ્ટેશન પર પહોંચીને ખબર પડીકે ટ્રેન ૩.૫ કલાક મોડી છે. અરર. પાછાં કોકીનાં ઘરે ગયાં. ટ્રેનમાં તો સારું રહ્યું કે કવિને કંઇ મસ્તી ન કરી. રાત્રે ૧.૩૦ વાગે પહોચીને સીધાં સૂઇ જવા સિવાય બીજું શું હોય. પછી બીજા દિવસે એચ.એમ. પટેલ ઇન્સિટટ્યુટ, વિદ્યાનગર ખાતે ગુજરાતીલેક્સિકોન.કોમનો સેમિનાર હતો. આ વખતે મજા આવી ગઇ. જી.એલ.ની ટીમ હવે સરસ છે એટલે ભવિષ્ય ઉજળું છે! આજે તો કંઇ ખાસ સેલિબ્રેશન જેવું નથી – પણ એક વાત છે – કોકી જોડે છે એટલે બીજું બધું ગૌણ છે
* હવે શું કહેવું એ લોકોને જેઓ ‘લગ્નની બીજી વર્ષગાંઠ’ ને ‘બીજા લગ્નની વર્ષગાંઠ’ સમજી બેસે. કપાળ કૂટવા સિવાય શું કરાય..
* આ અઠવાડિયાંનો બોધપાઠ: હવે +++ ટ્રેનનો સમય +++ તપાસ કર્યા સિવાય ઘરેથી નીકળવું નહી.



અભિનંદન!
અનિમેષ અંતાણી
February 19, 2008 at 11:05 AM
Congratulation brother & Bhabhi….
jagruti valani
February 19, 2008 at 4:39 PM
[...] ૧ વર્ષ, ૨ વર્ષ પર લખેલ બ્લોગ [...]
૩ વર્ષ « મારા વિચારો, મારી ભાષામાં!
February 18, 2009 at 4:39 PM