થોડુંક બેંગ્લુરૂ નિરિક્ષણ
* બેંગ્લુરૂમાં દરેક સાઇન બોર્ડ, દુકાનોનાં પાટિયાં, બસનાં બોર્ડ કન્નડામાં હોય છે. જોડે અમુક જગ્યાએ અંગ્રેજી જોવા મળે છે. ભલું થજો એ લોકોનું જેમણે બસનાં આંકડા અંગ્રેજીમાં મુકાવ્યા. બાકી, મારી હાલત તો ખરાબ જ થાત.
* ચારેબાજુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોનાં પોસ્ટર ચોંટાડેલા જોવા મળે છે. મને જાણવાં મળ્યું કે મૂળ કન્નડ લોકો અહીં લઘુમતીમાં છે એટલે તેઓ કન્નડ ઓળખાણ ટકાવી રાખવા મરણિયા પ્રયાસો કરે છે (જય જય ગરવી ગુજરાત).
* હજી સુધી માત્ર એક જ ગુજરાતી બોલતી વ્યક્તિનો ભેટો થયો છે.
* એકપણ પોસ્ટરમાં પાતળી પરમાર જેવી સાઉથ ઇન્ડિયન હીરોઇન જોઇ નથી, તેમજ કોઇ ક્લિન શેવ્ડ સાઉથ ઇન્ડિયન હીરો જોયો નથી
* બેંગ્લુરૂનો ટ્રાફિક ભયાનક છે.
* અહીં મુંબઇ જેવી નાઇટલાઇફ નથી. ૧૧ વાગ્યા પછી લોકો બહાર નીકળવાનું ખાસ પસંદ કરતાં નથી. સીટી ઓફ પબ હોવા છતાં પણ!!
* ઘર શોધવું એ મોટામાં મોટી વસ્તુ છે.
* રીક્ષા વાળાઓ એક નંબરનાં હરામી છે.



ಅರೇ ಭಾಈ ತೇ ಜೋಈನೇ ಮನೇ ತೋ ಸೇವ ಗಾಂಠೀಯಾ ಯಾದ ಆವೇ!
pragnaju
March 9, 2008 at 10:19 PM
ಅರೇ ಭಾಈ ತೇ ಜೋಈನೇ ಮನೇ ತೋ ಸೇವ ಗಾಂಠೀಯಾ ಯಾದ ಆವೇ! = અરે ભાઈ તે જોઈને મને તો સેવ ગાંઠીયા યાદ આવે!
મને તો ઇડલી-ઢોંસા સિવાય બીજું કંઇ દેખાતું નથી!!
કાર્તિક મિસ્ત્રી
March 9, 2008 at 10:45 PM
કેટલા વખત માટે ત્યાં છો? હું ત્યાં 1974 માં દસ અઠવાડીયા ટ્રેનીંગ માટે રહ્યો હતો.
સુરેશ
March 10, 2008 at 1:57 PM
નવી જોબ છે. એટલે જ્યાં સુધી બીજી જોબ ના લઉં ત્યાં સુધી તો ખરો જ. એટલે કે ત્રણ-ચાર વર્ષ કે પછી ત્રીસ-ચાલીસ વર્ષ પણ ખરાં
કાર્તિક મિસ્ત્રી
March 10, 2008 at 2:53 PM
“હું ત્યાં 1974 માં દસ અઠવાડીયા ટ્રેનીંગ માટે રહ્યો હતો.”
you are looking so young in age
more about bangalore.
http://inavneet.blogspot.com/2008/05/10-things-about-bangalore.html
Navneet
November 5, 2008 at 12:55 PM
[...] ૨૦૦ પોસ્ટ થયાં: માર્ચ ૯, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૧૧ મહિના, ૨ દિવસ. [...]
૫૦૦ પોસ્ટ્સ !!! « મારા વિચારો, મારી ભાષામાં!
April 22, 2009 at 11:44 AM