મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

એક ઓડીએફ તેઓ બધાને હરાવવા…

with 5 comments

* One Ring to Rule Them All

… અને એક ઓડીએફ સ્ટાન્ડર્ડ તેઓ બધાને હરાવવા માટે. થેન્કસ વેન્કી, ડો.નાગાર્જુન અને બીજા બધાનો. માઇક્રોસોફ્ટ પોતાનું ‘બંધ’ રચના ધરાવતું પ્રમાણ સરકારી કામકાજ અને સમગ્ર વિશ્વમાં સ્ટાન્ડર્ડ તરીકે દાખલ કરવા મથી રહ્યું છે. ISO એ આ માટે કમિટિ રચીને વોટિંગ કર્યું હતું. પણ, તેમાં કાવાદાવા કરવા છતાં (સ્વિડન, પાકિસ્તાન જેવા દેશોને ખરીદી લેવા છતાં..) વોટિંગ નેગેટિવ આવ્યું. હવે, માઇક્રોસોફ્ટ ભારત જેવા વજનદાર સભ્યો માટે પ્રયત્નો કરે છે.

જો તમારે તમે બનાવેલા ડોક્યુમેન્ટ્સ ભવિષ્યની પેઢી જોઇ શકે તેવી પરિસ્થિતિમાં રાખવા હોય તો, ઓપનઓફિસ ડોક્યુમેન્ટ ફોરમેટ અને ઓપનઓફિસ વાપરો. તેને લગતાં કોઇપણ પ્રશ્નનો જવાબ હું તમને આપીશ (હા, ઇમેલથી કે ચેટ પર કે પછી જો રાત્રે ૯ વાગ્યા પછી ફોન કરો તો ત્યારે પણ..).

વધુ માહિતી માટે noooxml.org જુઓ.

5 Responses

Subscribe to comments with RSS.

  1. ઘણું માહિતી પ્રદ

    pragnaju

    March 21, 2008 at 1:06 AM

  2. I like Open Office concept since late 90s.
    I have two day to day issues (based on my previous experiences)
    How about opening Open Office documents in a place where there is only MS Office and sending Open office documents to others who do not use Open Office.
    How about converting them to pdf (is it free)?

    jignesh

    March 21, 2008 at 11:56 PM

  3. જીજ્ઞેશભાઇ,
    ૧. તમે ઓપનઓફિસથી માઇક્રોસોફ્ટનાં ડોક્યુમેન્ટ બનાવી શકો છો અને ખોલી શકો છો, પણ તેમ કરવું એટલે ઉંધી દિશામાં જવું. જે ઉપયોગ ના કરતાં હોય તેમને ઓપનઓફિસ આપીને આગ્રહ રાખો કે તેઓ ઓપનઓફિસ જ વાપરે.
    ૨. પીડીએફ એ ISO પ્રમાણભૂત છે અને ઓપનઓફિસથી તમે પીડીએફ એક જ સેકન્ડમાં બને છે. પીડીએફ મોકલવામાં પણ સરળ છે. .ડોક મોકલવા કરતાં પીડીએફ મોકલો. એડોફ પીડીએફ રીડર ફ્રી છે.

    Kartik Mistry

    March 22, 2008 at 9:00 AM

  4. I use MS for majority of work, but I really liked OO. I am a great supporter of Source Forge movement as well.

    RH is taking MS path for OS (and it is costlier than that of comparable MS). So, I preferred Centos over to it ;-)

    Chirag Patel

    March 25, 2008 at 10:11 PM

  5. ચિરાગભાઇ,
    ઓપન ફોર્જ નહીં, ઓપનસોર્સ! બન્ને શબ્દો એકદમ વિરોધાભાસી છે!!
    RH એ MS ના પથ પર નથી ચાલતું. તમે પૈસા આપો તો તમને સોર્સ કોડ મળે છે (આપ્યા વગર પણ મળે છે દા.ત. Cent OS એ RH નાં કોડબેઝ પર આધારિત છે, અથવા તમે ફેડોરા વાપરી શકો છો.).

    મહત્વની વસ્તુ ઓપનસોર્સ છે – પૈસા નથી. અહીં ફ્રીડમ એટલે Free as in Free Speech સમજવું :)

    અને કોઇક વખત Debian વાપરી જુઓ :P

    Kartik Mistry

    March 25, 2008 at 10:26 PM


Leave a Reply