બે નવાં ગુજરાતી બ્લોગ્સ
* થોડાં દિવસ પહેલાં શરૂ થયેલ અને મારાં ધ્યાનમાં આવેલ આ બે સરસ બ્લોગ્સની તમે પણ મુલાકાત લેજો. બુકમાર્ક કરી રાખજો!
૧. રજનીભાઇ અગ્રાવતનો બ્લોગ: http://rajniagravat.wordpress.com
રજનીભાઇ જોડે ઓળખાણ થઇ બક્ષીબાબુની ઓરકુટ કોમ્યુનિટી પર. રજનીભાઇ એકદમ ઉત્સાહી અને હાજરજવાબી. મને આનંદ થયો કે તેમણે મારા સૂચનને સ્વીકારી (હું ઘણાં બધાંમાંનો એક હતો..) બ્લોગની શરૂઆત કરી. બ્રેવો રજનીભાઇ, તમારૂં સ્વાગત છે.
૨. હરસુખભાઇ થાનકીનો બ્લોગ: http://thankibabu.blogspot.com/
હરસુખભાઇ અચાનક મળી ગયા, ઇમેલ દ્વારા. તેમનો બ્લોગ મોટાભાગે ફિલ્મ જગતની માહિતી આપે છે — તો મોટાં ભાગનાં વાંચકોને જરૂરથી રસ પડશે. તેઓ અત્યારે કલકત્તા હલચલ સાપ્તાહિકનાં ગુજરાત બ્યુરો ચીફ છે. ગુજરાતી બ્લોગ જગતમાં તમારૂં સ્વાગત છે!
તો, ૧ મેની રજાનો આનંદ લો અને મુખવાસ તરીકે ઉપરનાં બ્લોગ્સ મમળાવો!
અપડેટ: સોરી, હરસુખભાઇનાં બ્લોગની જગ્યાએ રજનીભાઇનાં બ્લોગની લિંક આપી દીધેલ. સવાર-સવારમાં બહુ બીઅર સારો નહી…
અપડેટ ૨: હરસુખભાઇ, નહી કે હસમુખભાઇ. ખરેખર બીઅર સારો નહી ![]()






કાર્તીકભાઇ કંઇક ભુલ થાય છે બે બ્લોગ એક નામે હોય ખરા હસમુખ્ભાઇ નો બ્લોગ્ http://thankibabu.blogspot.com/
જયેશભાઇ,
આભાર. લિંક સુધારી લીધી છે.
કાર્તિકભાઈ
તમે તો બાકી મને ઝળકાવ્યો ને કાંઇ?!
જો કે હજુ સુધી મને બ્લોગમાં ગ્રીપ નથી આવી એટલે કોઇ જોશે તો વિચારશે કે આ શું ગરબડ ગોટાળા દાસે કર્યુ છે? હા હા.
આમ તો તમે આંગળી આપી છે એટલે પોંચો પકડી રાખીશ, યાદ રાખજો છોડુંગા નહી. ભલે તમે પસ્તાવો, બટ ધેટ્સ યોર પ… રો ..બ..લે..મ ના?
રજની.
કાર્તિકભાઇ, તમારા બ્લોગ પર નોંધ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. એક નાનકડી ભૂલ તરફ ધ્યાન દોરું છું. હરસુખનું તમે હસમુખ કરી નાંખ્યું છે.