ગુજરાતી સોફ્ટવેર સીડી — આખરે…

* ત્રણ વર્ષની મહેનત (અને દોડાદોડી..) પછી આખરે ગુજરાતી ભાષાનાં સાધનો અને સોફ્ટવેર ધરાવતી સીડી, CDAC અને Govt. of India નાં સહયોગથી ગઇકાલે બહાર પાડવામાં આવી. વધુ માહિતી તમને અશોક કરાણિયાનાં બ્લોગ પર મળશે.

આનંદની વાત છે કે ફોન્ટ્સ, ગુજરાતીલેક્સિકોન.કોમની ડિક્શનેરી, સ્પેલચેકરની સાથે ટક્સપેઇન્ટ અને દ્રુપલ જેવાં ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેરનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સીડીમાં બીજાં ઘણાં સોફ્ટવેર્સનો સમાવેશ થાય છે.

અને હા, આ સીડી તમે મફત મેળવી શકશો! માત્ર  www.ildc.in અથવા www.ildc.gov.in પર જઇ તમારો ઓર્ડર નોંધાવો. પોસ્ટેજ પણ ફ્રી છે 😛

4 thoughts on “ગુજરાતી સોફ્ટવેર સીડી — આખરે…

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.