મારા વિચારો, મારી ભાષામાં!

રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન - હવે કોમ્પ્યુટર પર અને સરળ

* હું જ્યારે ૧૧-૧૨ વિજ્ઞાનશાખામાં હતો ત્યારે રસાયણવિજ્ઞાનનું આવર્ત કોષ્ટક, સુત્રો અને ભૌતિકવિજ્ઞાનનાં સુત્રો માથાંનાં દુખાવો લાગતાં (જોકે પછી ભૌતિકવિજ્ઞાનમાં સ્નાતક થયો, એ વાત અલગત છે!).

તો હવે મને મારા લિનક્સમાં (એટલે કે KDEમાં) બે એવા મસ્ત સોફ્ટવેર મળ્યાં કે જેનાં વડે તમે રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનને સરળ બનાવી શકો છો અને તે પાછાં ફ્રી પણ છે. ફ્રી — એટલે કે સોર્સકોડ પણ પ્રાપ્ત છે, વિન્ડોઝ જેવાં ‘પાયરેટેડ’ કે મર્યાદિત સમય સુધી વાપરવા દે તેવાં ફ્રી નહી. તમે તમારો પોતાને ગમતો ફેરફાર કરી શકો છો. ફ્રી સોફ્ટવેર વિશે વધુ અહીં અને વિકિપિડીઆમાં વાંચો.

૧. કેલ્ઝિયમ (kalzium)

kalzium-screenshot

અહીં તમે આવર્તકોષ્ટક, તત્વોથી માંડીને સંયોજનનાં થ્રી-ડી મોડેલ અને તેનો અણુભાર પણ મેળવી શકશો. આખો કાર્યક્રમ એકદમ સરસ રીતે બનાવેલ છે. તેનાં વધુ સ્ક્રિનશોટ અહીં જુઓ.

અને હા, સૂત્રો પણ સોલ્વ કરી શકશો.

૨. સ્ટેપ (Step)

સ્ટેપ એ ભૌતિકવિજ્ઞાનનો એકદમ ઇન્ટરએક્ટિવ કાર્યક્રમ છે. તમે વિવિધ અસરોને નિયંત્રિત કરી શકશો અને તમારાં પોતાનાં સૂત્રો પણ બનાવી શકશો. તેનાં વધુ સ્ક્રિનશોટ અહીં જોઇ શકશો. આ કાર્યક્રમ હજી ડેવલોપમેન્ટમાં છે - એટલે તમારે જાતે કમ્પાઇલ કરવો પડશે, હવે કમ્પાઇલ કેવી રીતે કરવો તે આ બ્લોગ અને પોસ્ટની મર્યાદાની બહાર છે!

થોડા સમય પછી આ બંને કાર્યક્રમો ગુજરાતીમાં પણ જોવા મળશે :)

4 Responses to 'રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન - હવે કોમ્પ્યુટર પર અને સરળ'

Subscribe to comments with RSS or TrackBack to 'રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન - હવે કોમ્પ્યુટર પર અને સરળ'.

  1. mr chakachak said, on May 4th, 2008 at 4:52 pm

    કાર્તિકભાઈ

    આવી બધી મફત સોફ્ટવેરની મફત માહીતી આપવા બદલ ખુબ ખુબ આભાર… આમજ આપતા રેજો.. હુ મારા નવા કોમ્ય્પુટરમાં આ બધુજ નાખીશ….

    વન્સ અગેઈન આભાર……

  2. jayeshupadhyaya said, on May 4th, 2008 at 6:41 pm

    કાર્તીકભાઇ
    સરસ અને ઉપયોગી માહીતી

  3. pragnaju said, on May 4th, 2008 at 6:41 pm

    વિગતે જાણકારી ધીરે ધીરે મેળવીશુ તે પહેલા ખૂબ સરસ માહિતી બદલ આભાર

  4. Chirag Patel said, on May 4th, 2008 at 7:27 pm

    કાર્તિક આભાર. સરસ માહીતી. દરેક શાળા/કૉલેજ માટે ઘણી જ ઉપયોગી.

Leave a Reply