મારા વિચારો, મારી ભાષામાં!

સલામ પોલીસ!

Posted in અંગત, બેંગ્લુરૂ, સમાચાર by Kartik Mistry on May 7th, 2008

* એક દિવસમાં બે બનાવો બન્યા એટલે આ પોસ્ટ લખવાની ઇચ્છા થઇ:

૧. મારો એક મિત્ર અને એની એક મિત્ર (વાંચો ગર્લફ્રેન્ડ) નજીકનાં બગીચામાં ફરવા ગયા. સાંજ પડી ગઇ અને રાત થવા આવી હતી. બે પીધેલાં પોલીસદાદા આવ્યા અને કહ્યું જે કરવું હોય તે કરો પણ અમને રૂપિયા આપો. બિચારા બન્ને, શરમાઇને પાછા આવ્યા.

૨. રાત્રે ઢોંસા ખાવા ગયો. મસ્ત હતા. ઢોંસાવાળો પણ મસ્ત છે, એકદમ ખુશમિજાજી માણસ. એ શું બોલે તે મને ખબર ન પડે (તેને માત્ર ભાંગ્યુ તૂટ્યું હિન્દી-અંગ્રેજી ખબર પડે દા.ત. હાઉ મચ, વોટર વગેરે..) અને મસ્તીમાં કન્નડા ગીતો ગાય. હા, તો ઢોંસા ખાતો હતો અને એક પોલીસ આવ્યો, ઢોંસા વાળાએ કંઇ પણ બોલ્યા વગર ૧૦ રૂપિયા આપી દીધા. મેં પૂછ્યું ઢોંસા ખાધા વગર? તેણે સમજાવ્યું કે ન આપું તો તમે પણ નહી ખાઇ શકશો અને હું પણ નહી ખાઇ શકું.

આખી રાત મને આ જ વિચારો આવ્યા…

2 Responses to 'સલામ પોલીસ!'

Subscribe to comments with RSS or TrackBack to 'સલામ પોલીસ!'.

  1. jayeshupadhyaya said, on May 7th, 2008 at 1:18 pm

    ન આપું તો તમે પણ નહી ખાઇ શકશો અને હું પણ નહી ખાઇ શકું.
    આજની શીખામણ

  2. કુણાલ said, on May 7th, 2008 at 2:17 pm

    ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની !! :)

Leave a Reply