શનિ-રવિ
* તો શુક્રવારે ભંગાર મુવી સ્પિડરેસર જોયા પછી, મગજ આખી રાત બહેર મારી ગયું હતું. ૩ વાગ્યા સુધી ઇન્ટરનેટ અને લિનક્સ પર મંત્ર-તંત્ર અને જાપ કર્યા પછી શનિવારે સવારે મોડા ઉઠ્યો. બપોરે બંગાળી ભોજન લીધું (ફક્ત દાળ-ભાત, નો માછલી!) અને મસ્ત મજાની ઉંઘ માણી. સાજે ડેબિયનનો એક પ્રોબ્લેમ સોલ્વ કરીને સાંજે ઉલ્સુર તળાવ પર ફરવા ગયા. જુઓ નીચેનો ફોટો
ધણા દિવસ પછી આઇસક્રિમનો ટેસ્ટ કર્યો અને ડિનરમાં એ જ ઢોંસા ઝાપટ્યા. રાત્રે રેડબુલની અસર એવી ભારે થઇ કે માંડ માંડ ૩ વાગ્યે ઉંઘ આવી!
* આજે કંઇ ખાસ પ્લાન નથી. સાંજે કોઇ જગ્યાએ ગરમ-ગરમ પરોઠા ખાવાની ઇચ્છા છે (લલિતાસ પરોઠા નામની બહુ લોકપ્રિય જગ્યા છે). અને એકાદ બુકશોપમાં જવું છે.
અને હા, ગઇકાલે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી હતી એટલે ડ્રાય-ડે હતો




તમે આ લલિતાસ પરોઠાનો ઉલ્લેખ કર્યો તો અહિં પરોઠા લલિતા પરોસે? તો કંઇક વિચારીયે ! હે હે હે
rajniagravat
May 12, 2008 at 11:09 AM
લલિતાસ પરોઠામાં કોઇ લલિતાઓ ના મળી
Kartik Mistry
May 16, 2008 at 11:57 AM