મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for May 12th, 2008

બ્લોગનો બેકઅપ…

with 5 comments

* હરસુખભાઇએ લખ્યું તેમ તેમનો બ્લોગસ્પોટનો બ્લોગ કોઇ કારણસર બંધ થઇ ગયો! હવે તમારી પોતાની વેબસાઇટ હોય કે વર્ડપ્રેસ.કોમ હોય, જો વર્ડપ્રેસની ૨.૫ કે વધુ આવૃત્તિ હોય તો બેકઅપ લેવા માટે નીચેનો સ્ક્રિનશોટ તમને મદદ કરશે.

૧. મેનેજ–>એક્સપોર્ટ–>ડાઉનલોડ એક્સપોર્ટ ફાઇલ પર ક્લિક કરો.

૨. તમને એક .xml ફાઇલ સેવ (સંગ્રહ) કરવાનું કહેવામાં આવશે. આ xml ફાઇલ શું એની ચિંતા કર્યા વગર તેને સાચવી રાખો.

મહિને-બે મહિને બેકઅપ લઇ લેવો. તમારી અને બ્લોગની તબિયત માટે સારો રહેશે.

વર્ડપ્રેસનો બેકઅપ

અને નવું વર્ડપ્રેસનું સેટઅપ કર્યા પછી ઇમ્પોર્ટમાં જઇને તમે છેલ્લી બેકઅપ લીધેલ xml વડે બ્લોગનાં પોસ્ટ પાછાં લાવી શકો છો. નોંધ રાખો કે વિજેટ્સ, લિંક વગેરે પાછા નહી આવી શકે!

(અપડેટ: નીચે ઇમ્પોર્ટ કરવા માટેની પ્રક્રિયાનાં બે સ્ક્રિનશોટ્સ મૂકેલ છે. અને હવે લિંક, વિજેટ્સ, ટેગ્સ, કેટેગરી વગેરેનો પણ બેકઅપ આપોઆપ આ xml ફાઇલમાં લેવાશે. જલ્સા કરો!!)

૧. કયા પ્રકારનાં બ્લોગમાંથી બેકઅપ લેવો છે છે પસંદ કરો..

૨. અને પછી ફાઇલને બ્રાઉઝ કરી પસંદ કરો પછી થોડી રાહ જુઓ! ધ્યાનમાં રાખો કે આ xml ફાઇલની મર્યાદા મહત્તમ ૩ એમબી સુધીની હોવાથી તમારો બેકઅપ અલગ-અલગ ફાઇલમાં હશે તો સારું રહેશે.

અને હા, વર્ડપ્રેસનું સેટઅપ તમારા પોતાનાં ડોમેઇન (દા.ત. http://www.falanu-dinkanu.com/blog) પર કેવીરીતે કરવું એ આ બ્લોગની ક્ષમતાની બહારનો વિષય છે :) અત્યારે તો માત્ર આટલું જ પૂરતું છે.