મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

બ્લોગનો બેકઅપ…

with 5 comments

* હરસુખભાઇએ લખ્યું તેમ તેમનો બ્લોગસ્પોટનો બ્લોગ કોઇ કારણસર બંધ થઇ ગયો! હવે તમારી પોતાની વેબસાઇટ હોય કે વર્ડપ્રેસ.કોમ હોય, જો વર્ડપ્રેસની ૨.૫ કે વધુ આવૃત્તિ હોય તો બેકઅપ લેવા માટે નીચેનો સ્ક્રિનશોટ તમને મદદ કરશે.

૧. મેનેજ–>એક્સપોર્ટ–>ડાઉનલોડ એક્સપોર્ટ ફાઇલ પર ક્લિક કરો.

૨. તમને એક .xml ફાઇલ સેવ (સંગ્રહ) કરવાનું કહેવામાં આવશે. આ xml ફાઇલ શું એની ચિંતા કર્યા વગર તેને સાચવી રાખો.

મહિને-બે મહિને બેકઅપ લઇ લેવો. તમારી અને બ્લોગની તબિયત માટે સારો રહેશે.

વર્ડપ્રેસનો બેકઅપ

અને નવું વર્ડપ્રેસનું સેટઅપ કર્યા પછી ઇમ્પોર્ટમાં જઇને તમે છેલ્લી બેકઅપ લીધેલ xml વડે બ્લોગનાં પોસ્ટ પાછાં લાવી શકો છો. નોંધ રાખો કે વિજેટ્સ, લિંક વગેરે પાછા નહી આવી શકે!

(અપડેટ: નીચે ઇમ્પોર્ટ કરવા માટેની પ્રક્રિયાનાં બે સ્ક્રિનશોટ્સ મૂકેલ છે. અને હવે લિંક, વિજેટ્સ, ટેગ્સ, કેટેગરી વગેરેનો પણ બેકઅપ આપોઆપ આ xml ફાઇલમાં લેવાશે. જલ્સા કરો!!)

૧. કયા પ્રકારનાં બ્લોગમાંથી બેકઅપ લેવો છે છે પસંદ કરો..

૨. અને પછી ફાઇલને બ્રાઉઝ કરી પસંદ કરો પછી થોડી રાહ જુઓ! ધ્યાનમાં રાખો કે આ xml ફાઇલની મર્યાદા મહત્તમ ૩ એમબી સુધીની હોવાથી તમારો બેકઅપ અલગ-અલગ ફાઇલમાં હશે તો સારું રહેશે.

અને હા, વર્ડપ્રેસનું સેટઅપ તમારા પોતાનાં ડોમેઇન (દા.ત. http://www.falanu-dinkanu.com/blog) પર કેવીરીતે કરવું એ આ બ્લોગની ક્ષમતાની બહારનો વિષય છે :) અત્યારે તો માત્ર આટલું જ પૂરતું છે.

5 Responses

Subscribe to comments with RSS.

  1. Very Important. બ્લોગ કેમ બનાવશો વિશે ઘણા એ લખ્યું છે, મારા સહિત, પણ બેકઅપ કેમ લેશો વિશે કોઇએ નહીં!

  2. હમમ. મેં મારા અંગ્રેજી બ્લોગનું url પાંચ વખત બદલ્યું છે. માત્ર એક પોસ્ટ ખોવાઇ ગયેલ છે!!

    kartikm.blogspot.com (વચ્ચે બ્લોગસ્પોટ ભારતમાં બ્લોક થઇ ગયું હતું એટલે એક મિત્ર પાસે નવું ડોમેઇન લીધું) –> kartik.freemind.in –> kartikmistry.org (પોતાનું ડોમેઇન. અને એક વર્ષ પછી ડોમેઇન એક્સપાર્ય થઇ ગયું અને જેની પાસેથી ડોમેઇન લીધું હતું એ વ્યક્તિ અદ્રશ્ય થઇ ગયો!! –> ftbfs.in/blog (સ્પેસ ખૂટી પડી અને ફરી એક્ટિવેટ થાય ત્યાં સુધી મારી ધીરજ પણ ખૂટી પડી..) –> ftbfs.wordpress.com

    Kartik Mistry

    May 12, 2008 at 1:40 PM

  3. nice info…..thanks for the knowledge

    By the way have you taken backup of all your five blogs ??

  4. Jigneshbhai,

    I have 3 blogs only :D

    Kartik Mistry

    May 15, 2008 at 11:23 AM

  5. thanx for information
    I did it just now

    નીલા

    May 15, 2008 at 4:49 PM


Leave a Reply