મેક – વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમથી જુદી કઇ રીતે?
* હરસુખભાઇએ મારી પોસ્ટ નવું મેકમાં કોમેન્ટ કરીકે વિન્ડોઝ અને મેક વચ્ચેનો તફાવત જણાવશો તો હાજર છે આ એક નાનકડી પોસ્ટ તેના માટે..
૧. એપલ કંપની એ મેકિન્ટોશ મશીન બનાવે છે સાથે સાથે Mac OS પણ તેની જ પ્રોડક્ટ છે – આ કારણે તેનાં હાર્ડવેર અને સોફ્ટવેર એક જ જગ્યાએથી આવવાથી ક્વોલિટી, ગુણવત્તામાં તે ચઢિયાતી હોય છે. પણ હવે તમે મેક મશીન પર વિન્ડોઝ પણ ચલાવી શકો છો. અરે, મેક, લિનક્સ અને વિન્ડોઝ પણ ચલાવી શકો છો.
૨. Mac OS નું બેકએન્ડ, બેઝ કહીએ તો UNIX છે. એટલે UNIXની બધી જ સારી ચીજો તેમાં છે, તમે લિનક્સનાં મોટાભાગનાં કમાન્ડ તેમાં વાપરી શકો છો.
જુઓ, નીચેનો સ્ક્રિનશોટ (તેનાં પર ક્લિક કરો)!
૩. હાર્ડવેરની ક્વોલિટી એકદમ સરસ હોય છે.
૪. એકદમ સ્લિક. ઉદાહરણ તરીકે જુઓ મેક મીની અને મેકબુક એર.
૫. આઇફોન, આઇપોડ વગેરે તેમાં સરળતાથી સિન્ક (sync, નહીં કે sink) થાય છે.
૬. ગ્રાફિક્સ આર્ટિસ્ટો માટે મેક એ ગોડ ગિફ્ટ છે – ઘણાં બધા ડિઝાઇનરો તેને પસંદગી આપે છે. અને તમારી ડિઝાઇન સેન્સ પણ તેનાંથી ચડિયાતી થાય છે.
૭. વાયરસનો બહુ ઓછો ડર (કારણ, લિનક્સની જેમ જ બેઝ એ યુનિક્સ છે).
૮. ટૂંકમાં, મેક આગળ વિન્ડોઝ ભિખારી જેવું લાગે છે.
ખરાબ તો બે વસ્તુ છે,
૧. એપલની દરેક પ્રોડક્ટની જેમ મેક એ મોંઘું છે. કંઇ તૂટ્યું કે ફૂટ્યું તો ગયા, જો સર્વિસ, ગેરંટીમાં ન હોય તો.
૨. મેક હાર્ડવેર એ એકદમ ક્લોઝ્ડ સોર્સ હાર્ડવેર છે એટલે કે લિનક્સ તેનાં પર ઇન્સ્ટોલ કરતાં, અને દરેક સુવિધા યોગ્ય રીતે કામ કરાવતાં દમ નીકળી જાય તેમ છે (અરે, પણ લિનક્સ હેકર્સ એમ કંઇ બેસે, અને એટલા માટે તો મેક લેવાનું એક બહાનું છે!).




gud article kartikbhai !! .. short and really really sweet .. !!
learnt first time that it’s built upon UNIX .. !! thts gud ..
કુણાલ
June 30, 2008 at 10:47 AM
કાર્તિકભાઇ, આભાર… મેક વિષે સાંભળ્યું હતું પણ વાંચ્યું પહેલી વાર. ટુંકમાં તમે સારે માહિતિ આપી દીધી.
Harsukh Thanki
June 30, 2008 at 1:17 PM
સરસ માહિતી.. હવે IBM એટલે કે વિન્ડોઝ કમ્પ્યુટર પર મેક નાખી શકાય કે નહી? તેનો કોઈ રસ્તો હોય તો બતાવો..
Niraj
June 30, 2008 at 8:45 PM
નિરજભાઇ, સોરી. ૯૯% મને ખ્યાલ છે ત્યાં સુધી આ શક્ય નથી. PearPC નામનું એક ઇમ્યુલેટર (ભ્રામક સોફ્ટવેર) મેં બહુ વખત પહેલાં જોયેલું. અત્યારે તેનું સ્ટેટસ ખ્યાલ નથી.
http://www.windowsdevcenter.com/pub/a/windows/2005/01/18/PearPC.html
પણ, હવે મેકમાં ઇન્ટેલનાં પ્રોસેસર આવે છે.
Kartik Mistry
June 30, 2008 at 10:32 PM
http://www.macwindows.com/
One more difference: MAC targets 20% of the computer users whereas Windows targets 70% of the users (rest for Linux/Unix/Sun).
Chirag Patel
July 2, 2008 at 9:36 PM
Right !
પ્રતીક : Pratik
July 2, 2008 at 11:17 PM
Try this,
http://www.engadget.com/2004/06/09/turn-your-pc-into-a-mac/
પ્રતીક : Pratik
July 2, 2008 at 11:26 PM
[...] સક્સ, સમાચાર by Kartik Mistry on July 4th, 2008 * મેક વિન્ડોઝ કરતાં જુદું કઇ રીતે પડે છે, તે આપણે જોયું. હવે, મેકની બીજી નોંધ [...]
મેકની બીજી જાણવા જેવી ખાસિયતો.. « મારા વિચારો, મારી ભાષામાં!
July 4, 2008 at 7:05 AM
Thanks to all. I will try the options given. Its been my dream to have Mac on PC. Right now I am running Windows Xp, Windows Vista and Fedora 9 (Triple boot) successfully on my Dell Laptop. Lets c how far I can go with Mac. If there will be any success I will keep updated here.
Niraj
July 4, 2008 at 9:14 PM