મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

મેકની બીજી જાણવા જેવી ખાસિયતો..

with 5 comments

* મેક વિન્ડોઝ કરતાં જુદું કઇ રીતે પડે છે, તે આપણે જોયું. હવે, મેકની બીજી નોંધ પાત્ર વસ્તુઓ…

૧. ડોક

કાર્યક્રમ મેનુની જગ્યાએ મેકમાં નીચેની બાજુએ (તમે ડાબે, જમણે પણ મૂકી શકો છો) એક તરતું ડોક હોય છે. તેનો ઉપયોગ કરી તમે કોઇપણ કાર્યક્રમ ખોલી શકો છો. તેની જમણી બાજુએ તમે કોઇ વિન્ડો મીનીમાઇઝ કરો તો તે ત્યાં ચાલી જાય છે. જે કાર્યક્રમમાં નીચે ઝીણી લાઇટ થયેલ દેખાય તે ચાલુ છે તેમ બતાવે છે.

તમે જોઇ શકો છો કે, ફાઇન્ડર (એટલે કે મેકનું ફાઇલ બ્રાઉઝર (જે હંમેશા ખૂલ્લું જ રહે છે)), ટર્મિનલ, Xcode, મેઇલ, ફાયરફોક્સ, એડિયમ ખૂલ્લાં છે, ઝીણી લાઇટ દેખાય છે? જ્યારે ઓપનઓફિસ, vlc, સ્કાઇપ વગેરે બંધ છે.

૨. ઓલ વિન્ડો વ્યુ

કર્સરને ડેસ્કટોપને એક ખૂણે (તમે ચાર ખૂણામાંથી કોઇપણ ખૂણો પસંદ કરી શકો છો) લઇ જતાં તમારી ખૂલેલ બધી જ વિન્ડો દેખાશે. અને તેમાંથી એક પર ક્લિક કરતાં તે આખી વિન્ડો ખૂલશે.

૩. ડેશબોર્ડ

એકદમ ઝક્કાસ વિજેટ્સ. વિજેટ્સ એટલે નાનકડાં કાર્યક્રમો. F4 બટન દબાવતાં તે આવી જશે.

૪. નો રાઇટ ક્લિક બટન!

હા, એક વાત, મેકમાં રાઇટ ક્લિકનું બટન હોતું નથી. એક જ ક્લિક હોય છે!! પણ, જો રાઇટ ક્લિક કરવું હોય તો, એક આંગળી પેડ પર મુકો અને ક્લિક કરો. ખાસ કરીને વિન્ડોઝ વપરાશકારોને આ બહુ જ નવાઇભર્યુ લાગે છે.

૫. બે આંગળી વડે સ્ક્રોલ

તમે એક આંગળી અને બટન વડે સ્ક્રોલ કરી થાકી ગયા છો? ખાસ કરીને વેબસાઇટું સર્ફ કરતાં કરતાં આંગળીઓની વાટ લાગે છે. તો મૂકો બે આંગળીઓ પેડ પર અને સરકાવો ધીમેથી!

મેકની આમાંથી થોડી લાક્ષણિકતાઓ તમે તેનાં પાનાં પર જોઇ શકો છો. પ્રથમ અને છેલ્લાં બે ચિત્રો આ પાનાં પરથી લીધેલ છે. બાકીનાં મારા લેપટોપમાંથી સ્ક્રિનશોટ વડે..

પછી ક્યારેક આપણે આઇકેલ કેલેન્ડર કાર્યક્રમ (iCal), ફોટોબુથ (PhotoBooth) અને ડેવલોપર્સ માટેનાં ટુલ Xcode વિશે જાણીશું.

નોંધ, તમારે મેક કેમ લેવું જોઇએ તેની સરસ માહિતી.

5 Responses

Subscribe to comments with RSS.

  1. areeeeeee sahiiiiiii ..

    waah .. aa to yaar tame lalchaavi didho mane !!! :O

    કુણાલ

    July 4, 2008 at 11:06 AM

  2. vaah.. mara jeva nava nishaliya mate sari mahiti

    Niraj

    July 4, 2008 at 8:59 PM

  3. અદભુત માહિતી. લાગે છે કે ધીમે ધીમે તમારા બ્લોગ પરથી જ મેક વિષેની બધી માહિતી જાણવા મળી જશે.

    Harsukh Thanki

    July 4, 2008 at 9:05 PM

  4. કુણાલભાઇ, લઇ લો એક. પૈસા વસૂલ છે.

    Kartik Mistry

    July 5, 2008 at 2:44 PM

  5. મેક વિશે બહુ ન લખો, અમે લઘુતાગ્રંથી અનુભવીએ છીએ… :(

    vinay khatri

    July 5, 2008 at 8:51 PM


Leave a Reply