સાપ ગયા, લિસોટા રહ્યા..
.. ગેટ્સ ગયો, થાંભલા અને દરવાજા અને જાળીઓ રહી ગઇ.
તમને ખ્યાલ જ હશે કે, બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટમાંથી વિદાય લીધી એટલે બહુ તમાશો કરીને ગયો. તો આપણને કેટલા ટકા? માઇક્રોસોફ્ટની ઇવિલ મોનોપોલિસ્ટીક પોલિસીઓ તો ચાલુ જ રહેવાની છે. એ જ EULA વપરાશકારોને માથે પડવાનું છે અને પાયરસીનો ડર બતાવીને માઇક્રોસોફ્ટ પૈસા બનાવતું રહેશે (હા, ખરી વાત છે કે એપલ કંપની, માઇક્રોસોફ્ટની સાવકી બહેન જ છે — પણ હાર્ડવેરમાં તો એ કંઇક સારું બનાવે છે!).
હા, તમે જો લિનક્સ ન વાપરી શકો તો, તમે માઇક્રોસોફ્ટનાં ગંદા-ગોબરાં સોફ્ટવેર્સની સામે નીચેનાં ફ્રી સોફ્ટવેર વાપરી શકો છો:
સોફ્ટવેર ———-> ફ્રી સોફ્ટવેર
ઇન્ટરનેટ એક્સપ્લોરર મોઝિલા ફાયરફોક્સ – બ્રાઉઝર, પરિચય આપવાની જરૂર નથી. (ના, ઓપેરા કે સફારી ફ્રી સોફ્ટવેર્સ નથી!!)
આઉટલુક એક્સપ્રેસ મોઝિલા થન્ડરબર્ડ – ઇમેલ ક્લાયન્ટ.
વિઝ્યુઅલ સ્ટુડિઓ ઇક્લિપ્સ, નેટબીન્સ વગેરે
કોઇ કેલેન્ડર સોફ્ટવેર મોઝિલા સનબર્ડ
વિન્ડોઝ મેસેન્જર પીડગીન, એડિયમ વગેરે
વિન્ડોઝ મીડીઆ પ્લેયર VLC બધા પ્લેયરનાં પપ્પા!
અને હા, વાંચો, રીચાર્ડ સ્ટોલમેનનો લેખ ગેટ્સની વિદાય પર.



You may be right about rest of all softwares but I am yet to see an alternative of Windows Media Player..I have tried VLC/Gom player/Itune(Ipod user here) and what not but nothing beats Windows media player for its superb music library tool..Itunes does the similar job but WM is more user friendly..
Kunal
July 5, 2008 at 7:18 AM
હા હા. અમેરિકાથી લાવેલ કોઇ ડીવીડી વિન્ડોઝ મિડીઆ પ્લેયરમાં ચલાવીને જોજો. રીજીઅન કોડ તમારી વાટ લગાવશે!!
હા, vlc જેવું જ મસ્ત પ્લેયર MPlayer લિનક્સ માટે છે – જે કોઇ પણ પ્લેયર ચલાવી શકે છે. Songbird નામનું પ્લેયર Mac માટે છે જે, iTunes ની વાટ લગાવે છે અને લિનક્સ માટે Amarock, Banshee, Rhythmbox નામનાં પ્લેયરો તો એકદમ મસ્ત છે. અને આ છેલ્લાં ત્રણ પ્લેયર iPod સાથે પણ સરળતાથી જોડાઇ શકે છે.
Kartik Mistry
July 5, 2008 at 9:36 AM
and if somebody is trying to find out replacement for the media library feature of WM, then i’d suggest trying out Winamp 5 … it’s got awesome media library feature . with lots of other features too… it keeps history of played tracks, ratings, play count, etc just like iTunes too …
કુણાલ
July 5, 2008 at 12:02 PM
and forgot to add that it also can sync iPod very smoothly .. i use iPod shuffle 1st Gen with it …
કુણાલ
July 5, 2008 at 12:03 PM
@Kartik :
word of the day..Windows Media Player classic..which plays allmost any stuff ala VLC.
Kunal
July 5, 2008 at 12:30 PM
આ યાદીમાં મૂળ ઓપનઑફિસનો ઉલ્લેખ રહી ગયો! ઓપનઑફિસ એમએસ-ઑફિસ જેટલું જ કામઢું હશે, પણ એક વાત કબૂલવી રહી કે લૂક એન્ડ ફિલમાં એ હજી એમએસ કરતાં ઘણું પાછળ છે. ફાયરફોક્સના સાવ શરૂઆતના દિવસો યાદ કરીએ તો એમાં પણ પહેલાં આ જ તકલીફ હતી, હવે આપણને ટેવ પણ પડી અને એ સુધર્યું પણ ખરું! ઓપનસોર્સ પ્રોગ્રામ વિઝ્યુઅલ અપીલ પર પણ પૂરતું ધ્યાન આપે તો જમાવટ થઈ જાય !
અહીં માત્ર વિઝ્યુઅલ અપીલની વાત છે, ઓપનસોર્સ સોફ્ટવેર બિલકુલ ફ્રી હોય છે એ વાત, બધી વાત કરતાં ચડિયાતી છે !
હિમાંશુ કીકાણી
July 5, 2008 at 2:03 PM
હિમાંશુભાઇ, હા, ઓપનઓફિસ પણ હવે સુધરતું જાય છે. ફાયરફોક્સની જેમ તેમાં પણ એક્સટેન્શનનો કન્સેપ્ટ આવી ગયો છે. જુઓ: http://extensions.openoffice.org
ઓપનઓફિસ ૩ એ એકદમ સરસ છે. હું મેક પર તેનું બીટા વર્ઝન વાપરું છું.
લૂક એન્ડ ફિલની વાત કરીએ તો તમારે બેરિલ કે કોમ્પિઝ ફ્યુઝન જોવા જેવું ખરું
બરોડામાં જીજ્ઞેશભાઇ ગોહિલ આ પર બહુ જ સરસ કાર્ય કરે છે (જે કોઇને ખબર નથી, પણ ગૌરવની વાત છે – આપણા માટે).
હા, ફાયરફોક્સ ૩ એ તો તરખાટ મચાવ્યો છે અને એમએસે પણ મોં માં આંગળા નાખી દીધા છે, અને અમને ગર્વ છે કે ફાયરફોક્સ ૩ ગુજરાતી ટીમમાં ઉત્કર્ષ ટીમનો સમાવેશ થાય છે..
Kartik Mistry
July 5, 2008 at 2:43 PM
I agree with Kartik. MS policies have created worst trend software sector.
Thanks for the free software links. I hope you will provide such information more often.
I am planning to buy new laptop with Linux but not sure which is good and cost effective
Jignesh
July 5, 2008 at 5:13 PM
જીજ્ઞેશભાઇ, ડેલ વગેરે કંપનીઓ લિનક્સ સાથેનાં લેપટોપ આપે છે, પણ તે લિનક્સ કંઇ વાપરી શકાય તેવી સ્થિતિમાં હોતાં નથી. થોડાં સમય પહેલાં ડેલે ઉબુન્ટુ સાથે લેપટોપ આપવાની જાહેરાત કરી હતી, પણ અત્યારે તેની સ્થિતિનો મને ખાસ ખ્યાલ નથી..
Kartik Mistry
July 5, 2008 at 5:29 PM
Everything is fine with Microsoft and OpenSource Softwares, but the major market is still covered by Microsoft and which is a FACT !
પ્રતીક : Pratik
July 6, 2008 at 1:13 AM
માનો કે ના માનો…
પ્રતીક : Pratik
July 6, 2008 at 1:13 AM
પ્રતીકભાઇ, એક જ તકલીફ છે.
આપણે ઇન્ડિયન, ભારતીય કે દેશી લોકો હંમેશા ઉગતા સૂર્યની પૂજા કરીએ છીએ, ભલે એ કાળો સૂર્ય પણ ન હોય.
કાલ કોણે દેખી છે? અરે, હજી ૫ વર્ષ પહેલાં લિનક્સ ઇન્સ્ટોલ કરવું એ મોટું કામ ગણાતું હતું, આજે આંખો મીચીને ક્લિક ક્લિક કરો તો પણ લિનક્સ ઇન્સ્ટોલ થઇ જાય. ત્રણ વર્ષ પહેલાં કોને ખબર હતી કે ફાયરફોક્સ સમગ્ર વિશ્વમાં ૨૦% કરતાં વધુ ઇન્ટરનેટ વપરાશકારોનું મુખ્ય બ્રાઉઝર બનશે?
Kartik Mistry
July 6, 2008 at 9:35 AM
કોમપ્યુટરનો કક્કો પણ જાણતો ન હતો. ગમે ત્યારે એસ્કેપ અને રીસ્ટાર્ટ થઇ શકાય ના ગુરુમંત્ર સાથે કુદકો મારી દીધો .. ધોતા ધોતા આવી રહેશે એવુ પણ એક જાણકારે કહેલુ .. અને આજે બે પ્રકારની લાગણી થાય છે.
અમારા સમયમા ( ૩૦ વરસ પહેલા ) શીખવાના સાધન આછા અને શીખવાની ઝડપ ઓછી અને અત્યારે શીખી શકવાની ઝડપ કરતા પણ વધૂ ઝડપે બદલાતી ટેકનોલોજી અને ઉપકરણો … સાલ્લુ , મારો જન્મ મોડો થયો હોત તો ?
આજે ( ૩૦ વરસ પછી ) સાયન્ટીફીક અને પ્રેકટીકલ બનતી જતી દુનિયામા માણસ મશીનની જેમ કામ કરીને બે–ચાર–પાંચ–પંદર–પચીસ લાખના પેકેજ પાછળ પરિવારને સ્વદેશ મુકીને પરગામ કે પરદેશની વાટ મહદ્ અંશે સમૃધ્ધી પાછળ સંસ્કારને ભોગે પકડતો જોઉ છુ ત્યારે …
સાલ્લુ , મારો જન્મ વહેલો થયો હોત તો ?
વેલ…… જયારે, જયાં, જે, જેટલુ, જેવી રીતે, જેની સાથે, જેને માટે .. જીવાય તે બરાબર જ છે.
મને સંતોષની સાથે આનંદ એ વાતનો છે, અહી ભેગી થયેલી કોમેન્ટસ વાંચીને ખબર પડી કે કેટલુ બધુ જાણવાનુ બાકી છે ..
પરિવર્તન કે સાથ કદમ મીલાને કો હી શાયદ ઝીંદગી કહતે હૈ !!!
ખરુને ?
અખિલ સુતરીઆ
July 6, 2008 at 11:44 AM
ભાઈ, આપણે સૉફ્ટ્વેરમાં બીજાં બધાં ક્ષેત્રની જેમ વીચારીએ તો? શું પેટ્રોલ અને ડીઝલ એંજીનને ડીઝાઈન અને ગીયર વગેરે બધું જાણવાં છતાં કોઈ એનું ફ્રી વર્ઝન કાઢી શકે છે? ડુ-ઇટ-યોરસેલ્ફ કાર શક્ય છે? ફાર્મસી દવાની પેટંટ લે તે 10 વર્ષ પછી જીનેરીક બની જાય છે. આપણે ઘરમાં એ બનાવી શકીએ છીએ? પૈસાતો ચુકવીએ જ છીએને…
સૉફ્ટવેરમાં પણ જે ફ્રી કમ્યુનીટી ઉભી થઈ એણે બધું કામ કર્યું, પણ મોટાભાગના લોકોતો એનો માત્ર ઉપયોગ જ કરશે, જાતે નહીં બનાવે. આપણે પણ એફ.એફ. નો કોડ લઈને કમ્પાઈલ કરવાં કરતાં એનું ઇંસ્ટૉલ વર્ઝન લેવું વધુ પસંદ કરીશું (અપવાદ હોઈ શકે). પણ, મોટાભાગની પ્રજા જો પૈસા આપતાં પોતાનું મોટાભાગનું કામ સરળતાથી કરી શકતી હોય તો એ કામનું બીરદાવવું તો રહ્યું જ.
ફ્રી કમ્યુનીટી જે ડેવલપ કરે છે એ જો ટક્કરનું અને સરળ હશે તો લોકો વાપરશે જ. લોકોને નક્કી કરવા દો અથવા ફ્રી કમ્યુનીટી એનું વ્યવસ્થીત માર્કેટીંગ કરે અને ઉપયોગ સરળ બનાવે.
બીલ ગેટ્સ વીઝનરી હતાં એનો ઈંકાર ના થઈ શકે! ભલે ઝેરોક્ષનું ગુઈ માર્યું, પણ એ ઝેરોક્ષ કૉર્પોરેશન વાપરી ના શક્યું તો જ ને…
Chirag Patel
July 6, 2008 at 9:55 PM
ચિરાગભાઇ, હાર્ડવેર ક્ષેત્રે પણ આ શક્ય છે. જુઓ, http://www.openmoko.com જે ફોનની હાર્ડવેર ડિઝાઇન FOSS છે. તમે તે ડિઝાઇન (ચીપ વગેરે) પરથી પોતાની પ્રોડક્ટ બનાવી શકો છો..
અને હા, ક્વોલિટી વગર તો કોઇ વાત શક્ય જ નથી.
બિલ ગેટ્સ વિઝનરી હતો, માનું છું, પણ તેની વિઝન ખોટી દિશામાં હતી, એ ચોક્કસ છે!
Kartik Mistry
July 6, 2008 at 10:55 PM
I’m neither agree nor disagree with you Kartikbhai, but I think Chiragbhai is correct in someway or the other.
પ્રતીક : Pratik
July 7, 2008 at 12:55 AM
Dear Kartik, please, check this: http://www.rowetel.com/ucasterisk/
Being an ardent telephony and SAN expert, I understand its potential. This Australian site has open hardware for telephony. I really appreciate it. But, again, this is just like a hobby product. You will find costly VoIP systems very similar to this open hardware. When you want to add usability, quality and efficiency; you cannot offer free.
True, Windows is the most vulnerable OS, Linux is indifferent! What I appreciate in Windows, is simplicity in application.
BG might be false visionary today, but his vision was a major force in the industry for almost 17 years! We cannot ignore that.
I really liked your quick witted, gullible, sweet and small articles. Keep this work going. It is for the benefit of Gujarati.
Chirag Patel
July 7, 2008 at 6:18 AM
Forgot to add.
When you ask any hardware chip makers for datasheets, those sheets contain examples of many many real system designs built with the chip! Isn’t it inline with FOSS movement?
You cannot get hardware free of cost though. Right?
Chirag Patel
July 7, 2008 at 6:21 AM
Nice information, thanks Chiragbhai.
પ્રતીક : Pratik
July 7, 2008 at 11:08 PM
ઓપનઓફિસમાં એક્સટેન્શન્સ મારા ધ્યાનમાં નહોતાં. આ તો મજા પડી જાય એવું છે!
બીજી બે વાત, એક – બેરિલ કે કોમ્પિઝ ફ્યુઝન શું છે? બીજી – જીજ્ઞેશભાઈ ગોહિલ વિશે થોડી વધુ માહિતી આપશો?
Himanshu Kikani
July 15, 2008 at 2:45 PM
બેરિલ અને કોમ્પિઝ ફ્યુઝન એ લિનક્સ માટે ડેસ્કટોપ ઇફેક્ટસ છે. લિનક્સ પર હવે શું થઇ શકે તે માટે તમારે તે જોવું જ જોઇએ. હા, પણ, તે માટે ગ્રાફિક્સ કાર્ડ સારું હોય તે જરૂરી છે..
જીજ્ઞેશભાઇ, બરોડામાં છે, તમે તેમનો સંપર્ક તેમનાં બ્લોગ, http://dev.compiz-fusion.org/~cyberorg/ પરથી કરી શકો છો..
Kartik Mistry
July 15, 2008 at 3:01 PM