મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

મોંઘવારીનો ઉપાય?

with 7 comments

* આજે સવારે વાંચ્યું કે અમુલે દૂધનાં ભાવમાં ૧ રૂપિયાનો વધારો કરી દીધો! તો, હવે આ ફુગાવા અને મોંઘવારીને કારણે મધ્યમ વર્ગને ભયંકર તકલીફ પડી રહી છે, તેનાં કંઇક ઉપાયો મને લાગ્યા તેમ લખ્યા છે, તમે પણ તેમાં ફાળો આપી શકો છો.

૧. મહેમાન આવે તો પ્રથમ તો ચાની ઓફર જ ન કરો. પાણી આપી બેસી જાવ અને વાતો કરે રાખો. કંટાળીને જતાં રહેશે. ઉત્તમ ઉપાય છે કે કોઇની જોડે સારા સંબંધો જ ન રાખો, ના રહેશે મહેમાનો, ના ટકશે મોંઘવારી!

૨. ઘરનાં સભ્યો માટે માત્ર એક જ વખત ચા બનાવો. પાણી હજી મોંઘું ન હોવાથી તેને ચામાં ભરપૂર વાપરો.

૩. બ્લેક ટી નો ઉપયોગ વધારી દો.

૪. એક ગાય કે ભેંસ જ પાળી લો. પાર્કિંગમાં બાંધી રાખવાની..

૫. સરળ ઉપાય, ચા કે દૂધ પીવાનું જ છોડી દો!

૬. બેચલર હોવ તો, બેચલર જ રહો ;)

હવે, થોડાં ગંભીર અને વૈજ્ઞાનિક ઉપાયો:

૧. કોમ્પ્યુટર કે લેપટોપ જ્યારે ન વાપરતાં હોવ, મિટીંગ વગેરેમાં હોવ તો, મોનિટરની સ્વિચ ઓફ કરો. લેપટોપને પાવર સેવિંગ મોડમાં વાપરો.

૨. જરૂર ન હોય ત્યારે બધી જ સ્વિચો બંધ રાખો.

૩. જો તમારાં નસીબ હોય અને તમે સારાં જાહેર ટ્રાન્સપોર્ટ વાળાં શહેરમાં હોવ તો, તેનો મહત્તમ ઉપયોગ કરો.

૪. સાયકલ લઇ લો (અરર, મારે હજી બાકી છે, તે લેવામાં પણ મોંઘવારી નડી ગઇ!)

૫. મેડિક્લેઇમ લઇ લો (હા, જરૂરી છે, પણ ખાસ નોંધ: જુઓ ઉપરની પોસ્ટ!!)

૬. જરૂરી નથી કે વધુ રૂપિયા લેતી શાળાઓ સારું શિક્ષણ આપે છે. દેખાદેખી છોડી દો.

૭. મોલમાં જવાનું ઓછું કરો (સોરી, મારે આજે જવું પડશે) અને જવાનું જ હોય તો ઘરેથી નક્કી કરીને નીકળો કે શું લેવાનું છે અને એટલું જ ખરીદો.

૮. કરેલા ખર્ચની નોંધ રાખો. જો તમે લિનક્સ વાપરતાં હોવ તો, ટોમબોય કે PEM જેવાં સોફ્ટવેર વાપરી શકો છો.

૯. ફોનથી કામ પતતું હોય તો સ્થળ પર કે રૂબરૂ મુલાકાત લેવાની ટાળો.

7 Responses

Subscribe to comments with RSS.

  1. સાયકલ, અરે કાંદિવલી થી અંધેરી ઑફિસ જતા જતા તો પછો આવવાનો સમય થઈ જાય. અને બાયથવે સાયક ના ભાવ ખબર છે કે, ૩૦૦૦ ની નીચે તો કોઈ સાઈકલ મળતી જ નથી. અને આ બધ વાતમા ‘શાળા’ અને ‘શિક્ષણ’ ની વાત ક્યાંથી આવી ગઈ એ સમજ ના પડિ. મોલ અને લેપટોપ વાળી વાત એકદમ બરાબર છે.

  2. તમે કાંદિવલીમાં તો સાયકલ વાપરી શકો છો ને!

    અને હા, ૩૦૦૦ રૂપિયા ઇનવેસ્ટ કરો એ વસૂલ જ છે.

    શાળા અને શિક્ષણ એ મોંઘવારીનો મોટો નમૂનો છે. જરા અત્યારની પ્રાઇવેટ સ્કૂલોની ફી ચકાસી જુઓ, ડોનેશન તો અલગ આપવું પડે છે અને સ્કૂલો જેમ નામ મોટું તેમ નખરાં વધુ..

    Kartik Mistry

    July 6, 2008 at 6:57 PM

  3. પણ અત્યારે ૩૦૦૦ મારા માટે થોડા વધારે કહેવાય. અને અત્યારે “શિક્ષણ” એ એક “ધંધો” થઈ ગયો છે.

  4. મારા તરફ થી બીજો એક મોંઘવારીનો ઉપાય,

    જુઓ ઈ-બાઈક

    http://www.aol.in/news-story/E-bike-makers-foresee-big-market-adopt-different-planks/2008061504249012000004

  5. હા, કાલે જ લેપટોપની બેગ અને હેડફોન લાવ્યો!! :D

    Kartik Mistry

    July 7, 2008 at 5:56 PM

  6. 1. Better you stay far from your relatives, Petrol is also very expensive so that way you do not have to think for tha TEA problem, so the problem of Expensive Milk will get automatically replenished.

    2. Add websites like “buy.com” and “deals2buy” to your favourites, that way you will get good deals of everyday (for US people only :) )

    Chintan Mistry

    July 7, 2008 at 8:59 PM

  7. [...] સમય પહેલાં, મોંઘવારીથી બચવાનાં થોડા ઉપાયો મેં આપેલા. મોંઘવારીની સાથે આપણે [...]


Leave a Reply