વીમા એજન્ટ્સ – બચ દૂર રહેના રે બાબા!
આ કોમિકને મોટા સ્વરૂપે જોવા માટે તેના પર ક્લિક કરો.
* તમારા કોઇ સંબંધી તમને અચાનક ફોન કરે, મીઠું-મીઠું બોલે (ત્રણ-ચાર મહિને અચાનક), પ્રેમ ઉભરાઇ આવે અને સાંજે, રાત્રે તમારાં ઘરે આવવાનું કહે તો ચેતી જજો. સંબંધીના રૂપમાં તે વીમા એજન્ટ હોઇ શકે છે! હવે, મુશ્કેલીએ છે કે આવા એજન્ટો એકદમ નજીકનાં હોય ત્યારે તમે ધર્મસંકટમાં મુકાઇ જાવ છો, પત્નિનાં સંબંધીઓ, કાકા-માસી-મામાનાં છોકરાંઓની વાઇફો (ગેરસમજ ન કરતાં), મિત્રો અને જ્યાં-ત્યાંથી એજન્ટો, મેટ્રિક્સનાં એજન્ટ સ્મિથની જેમ ફૂટી નીકળે છે. અને, આપણે પાછાં નીઓ ન હોવાથી ફસાઇ જઇએ છીએ.
છે કોઇ ઉપાય આ મહામાયાજાળમાંથી મુક્ત થવાનો?
ખુલાસો: આ માત્ર કલ્પના, તરંગ જ છે. કોઇએ ખોટું માનવું નહી કે બંધબેસતી પાઘડી પહેરવી નહી.
નોંધ: વપરાયેલ સોફ્ટવેર: Comic Life, ડાઉનલોડ કરો, http://plasq.com/comiclife પરથી.




The best way to answer this type of Agent is to become agent yourself (virtually) and you offer some plans and all that, Agent will think better to get out!!
Chintan Mistry
July 7, 2008 at 10:53 PM
આ તો જબરાં સ્મિથ એજન્ટ છે, ચિંતન. બહુ મેટ્રિક્સ જેવી લાતો અને ગોળીઓ મારો તો જ ભાગે. સિસ્ટમ પર એટેક કરવો પડે આપણે…
Kartik Mistry
July 7, 2008 at 10:57 PM
મારા પપ્પા એ પણ આવીજ રીતે ૩-૪ વીમા લેવા પડેલા એ મને હજીયે યાદ છે.
પ્રતીક : Pratik
July 7, 2008 at 11:04 PM
Pahelu prium temne bharvanu tevu negotiate karo, (Ane pachhi bija bharvanaj nahi!!!)
Hemang
July 8, 2008 at 1:23 AM
આમાં બીજું કંઈ ન થઈ શકે. પણ “એક નન્નો સો દુખને ટાળે”. જીવનમાં જ્યાં “ના” કહેવાની હોય ત્યાં સ્પષ્ટ “ના” કહેતા શીખવું જોઈએ. એક વખત લોકોને આપણા સ્પષ્ટ વલણનો ખ્યાલ આવી જશે પછી આ રીતે હેરાન કરવાનું સાહસ નહીં કરે. આ મારો અનુભવ છે.
હિના પારેખ
July 9, 2008 at 10:35 AM
જૂની યાદ તાજી થઈ ગઈ. વર્ષો પહેલાં એક મિત્ર એજન્ટ બન્યો હતો. તેની પાસેથી વિમો નહોતો લીધો. તે સાથે જ દોસ્તીનો અંત આવી ગયો હતો.
Harsukh Thanki
July 9, 2008 at 4:12 PM