મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

વરસાદ

with 4 comments

* આખરે અમદાવાદમાં વરસાદ આવ્યો ખરો અને મારે નવી લીધેલી છત્રીનો ઉપયોગ કરવાનો વખત આવી ગયો. આજે છાપામાં વાંચ્યું કે આ વરસાદ માત્ર ૧૮ મીમી જ હતો :)

એ પરથી ક્યાંક વાંચેલું યાદ આવ્યું કે ૧૯૭૦ની આસપાસ સાબરમતીમાં પૂર આવ્યું હતું અને પૂર પછી થોડાં સમય બાદ (કદાચ બે કે ત્રણ વર્ષ) પછી ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીએ એક ભૌતિકશાસ્ત્રનાં (એટલે કે ફિજીક્સ) પ્રોફેસરને તેમણે લીધેલ ૨,૫૦૦ (હા, બે હજાર પાંચસો જેટલાં) મોંઘા અને દુર્લભ પુસ્તકો પાછાં માંગ્યા. પ્રોફેસરનો જવાબ, એ તો ભાઇ, ૭૦ નાં પૂરમાં તણાઇ ગયા!

છે ને મસ્ત જવાબ!

નોંધ: પ્રોફેસર અત્યારે જીવતાં હોય તો ભગવાન તેમને સદ્બુધ્ધિ આપે અને મરી ગયા હોય તો તેમનાં આત્માને શાંતિ આપે.

4 Responses

Subscribe to comments with RSS.

  1. આ ચોમાસામાં હજી એક જ વખત રેઇનકોટ પહેરવાની તક મળી છે. હજી તરબતર કરી દે તેવા વરસાદની રાહ જોઇ રહ્યો છું, દોસ્ત…

    Harsukh Thanki

    July 13, 2008 at 9:52 PM

  2. છત્રી અને રેઇનકોટ એ શું છે ?

    કાંઈ યાદ નથી આવતુ !

  3. હવે જલ્દી યાદ આવે તો જ સારું છે…

    Kartik Mistry

    July 14, 2008 at 12:20 AM

  4. પ્રોફેસર અત્યારે જીવતાં હોય તો ભગવાન તેમને સદ્બુધ્ધિ આપે અને મરી ગયા હોય તો તેમનાં આત્માને શાંતિ આપે. Ane temana vaarasdaro ne sadbudhhi, pustako pachha aapavani!! Jo pasti ma “Rokadi” na kari hoy to!!!

    Hemang

    July 14, 2008 at 1:08 AM


Leave a Reply