આખરે, મેગી!
* મેં મેગી બનાવી! દરરોજ હોટલ્સ-રેસ્ટોરન્ટ્સ-ટીફીનનું ખાઇ ખાઇને કંટાળી ગયો હતો, એટલે છેવટે, મારી પત્નીનું ફોન પર માર્ગદર્શન લઇને મેં મેગી બનાવી અને મહત્વની વાત તો એ છે કે મેગી સારી બની અને મેં ખાધી પણ ખરી!!
હવે, મારે ધ્યાન રાખવાનું કે ૨ મિનિટમાં મેગી બનતી નથી, પાણી કેટલું લીધું છે તેના પર આધાર રહે છે..




કયો સ્વાદ લીધો? ‘કરી’?
‘વાઈફ’ને બદલે ‘પત્નિ’ શબ્દ-પ્રયોગ ગમ્યો!
Chirag Patel
July 15, 2008 at 2:46 AM
મારી ફેવરીટ છે. મારી રેસીપી : ૨ નાના કપ કપ પાણી ગરમ કરી તેમાં આખુ પેકેટ ખાલી કરવું, તેની ઉપર બધો મસાલો નાખવો અને ૨ થી ૩ મિનિટ ઢાંકી રાખવું ત્યારબાદ હલાવી બરાબર મિક્સ કરી દો. આ રીતે ૨ જ મીનીટમાં સ્વાદિષ્ટ મેગી તૈયાર થઈ જશે.
jigar
July 15, 2008 at 8:53 AM
congrats !!!!
કુણાલ
July 15, 2008 at 10:00 AM
અમદાવાદમાં રહો છો તો ક્યારેક અમને પણ લાભ મળવાની શક્યતા ખરી…
(પણ મને તો કાર્તિકનાં લખાણોનો જ સ્વાદ વધુ ગમે છે. દરરોજ વાંચું ખરો પણ વાંચી–ચાવીને ઓડકાર સંભળાવવાના સમયાભાવે કોમેન્ટ મુકી નહીં શકવાનો અફસોસ રહે છે. સૉરી, ભાઈ.)
સાર્થ મુજબ. પત્નિ નહીં પણ ‘પત્ની’ જોઈએ, (સાર્થમાં પતિનું હ્રસ્વત્વ અને પત્નીનું દીર્ઘત્વ છે એ કોઈના ધ્યાનમાં આવ્યં છે ???)
જુગલકીશોર
July 15, 2008 at 2:03 PM
કાકા, ચોક્કસ.
મને જરા પહેલાં ઘર લઇને ઠરી-ઠામ થઇ જવા દો. પછી, મેગીની સાથે સૉસનો સ્વાદ ચખાડીશ
હા, પત્ની એ સાચું છે..
Kartik Mistry
July 15, 2008 at 3:03 PM
મેગી નૂડલ્સની જેમ થાઇ નૂડલ્સ પણ બજારમાં મળે છે. ક્યારેક એનો પ્રયોગ પણ કરી જોજો.
Harsukh Thanki
July 15, 2008 at 5:05 PM
વાહ ભાઈ વાહ. તમે બહુ સારો અખતરો કર્યો. મેગી મારી પણ બહુ ફેવરીટ. જ્યારે ૨.૫૦ રૂ. ની મળતી હતી ત્યારથી હું અને મારી મોટી બહેન ખાતા. બહેનને શનિવારે બેંકમાં હાફ ડે વર્કિંગ હોય. એ ઘરે વહેલી આવે એટલે અમે બન્ને મેગી બનાવીને ખાતા. અમારા જૂના દિવસો યાદ આવી ગયા. તમારા પત્ની આવે ત્યાં સુધી મેગી બનાવવામાં લગે રહો કાર્તિકભાઈ….
હિના પારેખ
July 15, 2008 at 8:13 PM
જેમ ગરીબો માટે રોટલો છે એમ અમારા જેવા બેચલર્સ માટે મેગી છે… છેલ્લાં પાંચ વર્ષથી ઘરથી દુર રહું છું એટલે મેગીનું મારા માટે તો ઘણું જ માહત્મ્ય છે, એક કિસ્સો યાદ આવી ગયો વિદ્યાનગરમાં જ્યારે ભણતો હતો(૨ વર્ષ પહેલાં જ) ત્યારે એકદમ ધોધમાર વરસાદ પડ્યો તો અને ક્યાંય બહાર નીકળાય એવું નહોતું, બહુ પાણી ભરાઇ ગયું’તું ત્યારે સળંગ ચાર દિવસ મેગી ખાઇ ને અમે લોકો એ ચલાવ્યું હતું…
saksharthakkar
July 16, 2008 at 12:49 AM
very good!
mepan ekvar megi mathi hakka nudal banavya hata! koivar akhtro karijojo.
ane ha bija ne jarur chakhadjo. sachikhabar to pa6ij pade. kevi bani 6?.ha….ha….!
rahul
July 16, 2008 at 10:38 AM