તમે જ્યારે આ વાંચતા હશો…
… ત્યારે હું મુંબઇ જવા માટેની ગુજરાત એક્સપ્રેસમાં બેઠો-બેઠો સડેલી બ્રેડ-કટલેસ ખાતો હોઇશ. તમને કદાચ પ્રશ્ન થતો હશે કે કાર્તિકે આવી ચોકસાઇથી કઇ રીતે વિધાન કર્યું? તો આ છે, શેડ્યુલ્ડ પોસ્ટનો કમાલ!
(નોંધ, સરકારી અનામત જોડે આનો ન્હાવા નિચોવાનો સંબંધ નથી, ગેરમાર્ગે દોરવાવું નહી!!)
વર્ડપ્રેસમાં પોસ્ટ લખતી વખતે જમણે બાજુ નજર કરો. આ પોસ્ટ હું જો ૧૯ તારીખે સવારે ૯.૧૫ એ પોસ્ટ કરવા માંગતો હોઉં તો, તેની ગોઠવણી નીચે પ્રમાણે થશે. આ સુવિધાનો ઉપયોગ હું બહુ જ કરું છું.
૧. પ્રથમ Publish immediately ની બાજુની Edit કડી પર ક્લિક કરો.
૨. પછી, પોસ્ટ કરવાનો સમય પસંદ કરો.
૩. અને, Publish ઉપર ક્લિક કરો (મહત્વનું. Save પર ક્લિક કરતાં તે પોસ્ટ, Draft માં જતો રહેશે!)
શેડ્યુલ્ડ પોસ્ટ કેટલાં છે તેની સ્થિતિ તમે તમારા વર્ડપ્રેસનાં ડેશબોર્ડ પર જોઇ શકો છો. દા.ત. આ પોસ્ટ શેડ્યુલ કર્યા પછી,
તો, આવજો. મળીશુ, સોમવારે!





Good information. Thanks.
Heena Parekh
July 20, 2008 at 12:50 AM
infact i use this facility too much
i keep generally nine to ten schedule posts so that no day runs without post….
Yes its a very good tool from wordpress
જીગ્નૅશ અધ્યારુ
July 20, 2008 at 12:28 PM
વર્ડપ્રેસની આ સુવિધા થકી જ હું સવારે ૭ વાગ્યે પોસ્ટ અપડેટ કરી શકું છું!
નેટસૅવિ વિભાગમાં આ વિષય વિશે વાંચો http://funngyan.com/2008/01/05/timestamp/
વિનય ખત્રી
July 20, 2008 at 2:55 PM
સરસ માહીતી આપી.
sunil shah
July 22, 2008 at 11:42 AM
ok.
પ્રતીક : Pratik
July 26, 2008 at 5:10 PM