નવરા બેઠાં ફાયરફોક્સ વાળે..
* નવરા બેઠાં નખ્ખોદ વાળે, તેનાં કરતાં ફાયરફોક્સ ૩ માં જ ચેડાંઓ કેમ ના કરવા..
૧. તમે ફાયરફોક્સને મોકલેલ ક્રેશ રીપોર્ટસ જોવા:
બ્રાઉઝરમાં about:crashes લખો અને એન્ટર કરો. અને જુઓ નીચે પ્રમાણે.
૨. વિવિધ સેટિંગ્સ બદલવા માટે:
અ. બ્રાઉઝરમાં about:config લખો અને એન્ટર કરો.
બ. નીચે પ્રમાણેનો સંદેશો આવશે.
I’ll be careful, I’ll promise પર ક્લિક કરો. (મને એ સમજાતું નથી કે આવું ફાલતું ડાયલોગ પેજ મૂકવાની શું જરૂર છે?)
અને જુઓ વિવિધ સેટિંગ્સ.
નોંધ: ગુજરાતી ફાયરફોક્સમાં આ પ્રમાણે દેખાશે.
દા.ત. તમારે Tools->Addons માં આવતા Recommended Addons ૫ ની જગ્યાએ ૧૦ કરવાં હોય તો, about: config પછી આવેલ, filter પટ્ટીમાં extensions.getAddons.maxResults લખીને આવતાં પરિણામ પર ક્લિક કરી તેમાં ૫ ની જગ્યાએ ૧૦ લખો.
તમે આ પ્રમાણે ઘણાં બધાં સેટિંગ્સ કરી શકો છો. વધુ વિગતે માહિતી અહીં વાંચો.
તમારી મરજી!






nice, let me do little things with it 2day.
પ્રતીક : Pratik
July 26, 2008 at 5:00 PM