મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ફિલમ: વી ફોર વેન્ડેટા

leave a comment »

* શુક્રવારે તો અમદાવાદ બંધ હતું, એટલે ઘરે જઇને કરવું શું? તો, જોઇ સરસ મજાની, વી ફોર વેન્ડટા.

V For Vendetta

૨૦૦૬માં રીલીઝ થયેલ આ ફિલ્મ સામાન્ય દર્શકોને જલ્દી પચે એવી નથી. અને, આખું બેકગ્રાઉન્ડ બ્રિટન પર આધારિત હોવાથી પહેલી નજરે આ ફિલ્મ બોરિંગ લાગે છે. પણ, ધ્યાનથી બીજી વખત (સ્ક્રોલ કર્યા વગર) જોઇ ત્યારે, ફ્રીડમ (સ્વતંત્રતા)ની થીમ પર સરસ રીતે આ ફિલ્મ રજુ થઇ છે.

બ્રિટન ૨૦૩૮માં એક જ પક્ષનાં શાસન નીચે છે અને આ શાસક પક્ષ પ્રજાને ટેરરિઝમનો ડર બતાવીને કેવી રીતે જકડી રાખે છે અને પછી તેનાં વિરોધમાં V નામનો અજ્ઞાત માણસ કેવી રીતે સામનો કરે છે, તે સરસ રીતે બતાવ્યું છે. હ્યુગો વિવિંગ (એજન્ટ સ્મિથ ફેમ..) ની એક્ટિંગ લાજવાબ છે અને નાતાલી પોર્ટમેન પણ સરસ રીતે પોતાનો રોલ આપે છે.

ટૂંકમાં, જો તમને ફ્રીડમ કોને કહેવાય, તે જાણવું હોય તો, આ ફિલ્મ જોવી રહી.

સંબંધિત કડીઓ:

IMDB
Wikipedia (ફિલ્મ)
Wikipedia (કોમિક્સ)

Leave a Reply