લેખકને શું જોઇએ?
* તમે કહેશો,
- કપ ભરીને ચા ?
- કલમ ?
- કાગળ ?
ના!
લેખકને જોઇએ માત્ર લખવાનું. અને જ્યારે, લેખ કે પુસ્તક લખાતું હોય ત્યારે ના જોઇએ ખટખટ-પટપટ (ખાસ કરીને આજુ-બાજુ માંથી). અને જો તમે લખવા માટે કોમ્પ્યુટર વાપરતાં હોય તો, આ ખટખટ આવે છે, જરૂર વગરનાં મેનુ, ઇમેલ-ચેટનાં પોપઅપ સંદેશાઓ, ધ્યાન જાય તેવાં આઇકન્સ વગેરેમાંથી. તો, હાજર છે, માત્ર લખવાની જ સુવિધા પૂરી પાડતું સોફ્ટવેર, રાઇટરૂમ! મીટીંગ વગેરેમાં નોટ્સ લેતી વખતે પણ આ સરસ રીતે કામમાં આવે છે.
આ સોફ્ટવેર મેક માટે છે અને ફ્રી નથી, ૨૪.૯૫$ નું છે! ૩૦ દિવસ ટ્રાયલ પર મળે છે. પણ, ૩૦ દિવસ પછી શું? ખરીદશો? (હું તો લેવાનો છું, પણ તે થોડી દૂરની વાત છે).
દુ:ખી થયા?
તો હાજર છે, લિનક્સ વપરાશકર્તાઓ માટે તેવું જ પાયથોમમાં બનેલ મસ્ત સોફ્ટવેર, પાયરૂમ. તમે તેને ફાવે તેમ મુક્ત રીતે વાપરી શકો છો!




Dear blogger,
Please submit your gujarati blog to http://www.enewss.com/alpha/
We are a blog aggregator service provider and would appreciate if you can signup and submit your blog to Guajart category. Also, please let your other guajarti bloggers too.
Thanks
sri
Sridhar Kondoji
July 26, 2008 at 6:22 AM
સરસ છે.
પ્રતીક : Pratik
July 26, 2008 at 4:57 PM