મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

એલિસ!

with one comment

* મોટાભાગે તમને ધ લાસ્ટ લેક્ચર નામનાં સરસ પુસ્તક અને વિડીઓ વિશે ખ્યાલ જ હશે. આ પુસ્તકનાં લેખક રેન્ડી પૉશ શુક્રવારે આ દુનિયા છોડી ગયા. પણ, અત્યારે આપણે વાત કરવી છે, રેન્ડીની દેખરેખ નીચે તૈયાર થયેલ એલિસ નામનાં પ્રોજેક્ટની.

પહેલાં બે સવાલ:

૧. શું તમારે પ્રોગ્રામિંગ શીખવું છે? અથવા બીજાને શીખવવું છે?

૨. શું તમને તે શીખવાનું અથવા શીખવવાનું અઘરું લાગે છે?

તો એલિસ તમારા માટે છે!

તમને થશે, આ એલિસ કોણ છે?

એલિસ છે પ્રોગ્રામિંગ શીખવાનું સોફ્ટવેર – તે પણ એકદમ ઇન્ટરએક્ટિવ અને 3D મોડેલિંગનો ઉપયોગ કરીને. તો જાવ, એલિસ.ઓર્ગ પર અને કરો ડાઉનલોડ તમારી સિસ્ટમ માટે. અને હા, ઘણાં બધાં ડોક્યુમેન્ટ્સ પણ તેનાં પર પ્રાપ્ત છે. અને તે ફ્રી સોફ્ટવેર પણ છે!

સ્ક્રિનશોટ્સ,

One Response

Subscribe to comments with RSS.

  1. કાર્તિક, એમ.આઈ.ટી.નું સ્ક્રેચ ( http://scratch.mit.edu ) પણ પ્રોગ્રામિંગ શીખવા-વવા માટે બહુ મઝાનું પેકેજ છે. એનાથી હું મારા દિકરાને પ્રોગ્રામિંગ શીખવવાની કોશિશ કરી રહ્યો છું. એ તો એ શીખે ત્યારે ખરો… પણ સોફ્ટવેર તો બહુ સરસ છે.

    ધવલ

    July 31, 2008 at 9:29 AM


Leave a Reply