મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

મારી પાંચ ખાસ આદતો

with 6 comments

* અંગ્રેજી બ્લોગ જગતમાં ટેગિંગ કરીને એક મસ્ત વસ્તુનો વાયરો ઘણાં સમયથી ચાલે છે. (તેને મેમે પણ કહે છે.) ઘણી વખત, તમે જે પોસ્ટ કરો, દાખલા તરીકે મને ગમતી પાંચ વસ્તુઓ, મને ગમતાં પાંચ હીરો/હીરોઇન વગેરે. હસિતે મને ટેગ કર્યો છે, તો હું લખું છું, મારી પાંચ ખાસ આદતો, વિશેષતાઓ વિશે..

૧. મને ચીઝ સેન્ડવિચ બહુ જ ભાવે છે અને મને એકદમ ઝડપથી જમવાની ટેવ છે!

૨. ક્રોસવર્ડમાં જઇને હું ગાંડો થઇ જાઉં છું અને ન લેવાનાં પુસ્તકો, સીડી, ડીવીડી અને સ્ટેશનરીની ખરીદી કરી લઉં છું..

૩. રાત્રે એક વખત ઉંઘ્યા પછી, સવાર પડજો વહેલી! મને ઉંઘમાંથી ઉઠાડવો એ બહુ જોખમી કાર્ય છે.

૪. જમ્યા વગર ચાલે પણ, ઇન્ટરનેટ વગર હું જીવી શકું તેમ નથી. બિન ઇન્ટરનેટ, કાર્તિક તડપે..

૫. હું બહુ જ આળસુ માણસ છું. ખાસ જે કાર્ય તરત જ થઇ શકે તેવા હોય તેમાં મને મોડું કરવાની ટેવ છે. દા.ત. કોકી મને છેલ્લાં અઠવાડિયાંથી કહે છે કે તું હવે ભૂત લાગે છે, વાળ કપાવી દે. પણ, જુઓને, આ બાકી જ રહી જાય છે.

અને આ સાથે આ બ્લોગનાં ૩૦૦ પોસ્ટ પૂરા થયા!! સાથે જ કોમેન્ટની સંખ્યા ૧૦૦૦ પહોંચવા પર છે અને મુલાકાતીઓની સંખ્યા ૩૦,૦૦૦ પર. તમે આ ધ્યેયમાં મદદ કરી શકો છો ;)

6 Responses

Subscribe to comments with RSS.

  1. ૩૦૦ પોસ્ટ, ૧૦૦૦ કોમેન્ટ્સ, ૩૦,૦૦૦ મુલાકાતીઓ!

    અભિનંદન!

  2. it took me 30 minutes to read this. my gujarati reading is bad. but i read it. and nicely wrtten. well done.

    Hasit

    August 7, 2008 at 4:49 PM

  3. Hi Kartik, this is my first comment to you. I am regular reader of your blog. The reason I am putting comment here is I also have same 5 habits and I also have to go for hair cut. I live in new jersey and usually I dont get time to go in weekdays so my wife says bhoot only in weekends :)

    mansuri

    August 7, 2008 at 7:50 PM

  4. છેલ્લી ત્રણ ખાસિયતો બધા જ આઇ.ટી. પ્રોફેશનવાળા માં હોય છે. ;)
    —-એક અવલોકન—-

    તમારુ કોમેન્ટ્સનાં કાઉન્ટમાં એક નું ઇન્ક્રીમેન્ટ આપડા તરફથી.
    —ઉદ્દેશ સ્પષ્ટતા—

    saksharthakkar

    August 7, 2008 at 9:09 PM

  5. સાક્શર જોડે આ બાબત અઁગે ના મારા વિચારો મલે છે

    ———–સહમતિ —————-

    bhishmakpandit

    August 7, 2008 at 10:17 PM

  6. બીજી આદત પણ આઇ.ટી. વાળાઓમાં જોવા મળે છે.. ;)

    Kartik Mistry

    August 8, 2008 at 11:11 AM


Leave a Reply