ક્યાં છે સ્વતંત્રતા?
* સ્વતંત્રતા એટલે શું? જુઓ આજની જ ઘટના:
આજે સ્વાભાવિક રીતે ઓફિસમાં રજા એટલે સાંજે નીકળ્યા, એક સંબંધીનાં ઘરે મળવા માટે. પાછા આવતા રાત્રે જરા મોડું થયું અને છેવટે છકડા (શટલમાં) બેસીને પહોંચ્યા પારસનગર. પારસનગરથી બીજી રીક્ષા લીધી. રીક્ષાવાળો આરામથી ચલાવતો હતો અને અમે બેઠાં-બેઠાં અમદાવાદનાં રસ્તાઓ પર પડેલા ખાડા-ગાબડા-ભૂવાઓ (મોટા ખાડાઓ માટેનો અમદાવાદી શબ્દ) વિશે વાતો કરતા હતા રીક્ષાવાળાએ એક કાઇનેટિકને ઓવરટેક કરી. અચાનક તેનાં ઉપર રહેલા બે માણસોએ ફરી ઓવરટેક કરી રીક્ષા ઉભી રખાવી અને બિચારા રીક્ષાવાળાને ગાળા-ગાળી કરવા અને મારવા મંડી પડ્યા. અમે સોરી કહ્યું, રીક્ષાવાળાએ ભાઇ-બાપા કર્યા હોવા છતાં કંઇ શરમ ન કરી. બિચારો રીક્ષાવાળો શું કરે? અમે પણ શું કરીએ? (કવિન-કોકી જોડે હતા) કાઇનેટિકની નંબર પ્લેટ પરની વિશેષતા પરથી (હા, નંબર તો હતો જ નહી!) ખબર પડી જાય કે તેઓ કોણ હતા, અને પીધેલા પણ લાગતા હતા. ઓળખ અહીં આપતો નથી..
પણ, હવે રીક્ષામાં બેસવું પણ રિસ્ક છે.
* અને હા, સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ!!
* આવતી કાલ માટે રક્ષાબંધનની પણ શુભકામનાઓ.



કાર્તિક, ઓળખ છતી કરવામાં કોઈ ડર ના હોય તો કરવી જ!
Chirag Patel
August 16, 2008 at 9:03 PM
હા, ડર છે!!
Kartik Mistry
August 16, 2008 at 11:06 PM
બોમ્બ ધડાકાથી ન્હોતા ડર્યા ને હવે માણસોથી શું કામ ડરો છો?
Heena Parekh
August 17, 2008 at 12:58 AM
દલ્પતરામે કહ્યું હતું કે
દેખ બીચારી બકરીનો પણ કોઇ ના જાતાં પકડે કાન,
એ ઊપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન!
Manish MISTRY
August 18, 2008 at 5:17 AM
ખરું ખરું થાય છે …. !!!
migration એ અડધો તો દાટ વાળ્યો છે …. !!! જો કે હું પણ ગુજરાતથી હૈદરાબાદમાં migrate જ થયો છું પણ migrated પ્રજાએ ગુજરાતના સારા શહેરોની જે હાલત કરી છે એવી મેં તો કમસેકમ નથી જ કરી !!!
કુણાલ
August 18, 2008 at 11:25 AM