મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

નવી કહેવતો

with 16 comments

* સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો. થેન્કસ ટુ પલક. આ મસ્તીભર્યો વિચાર, સ્પેલચેકરનું કોડિંગ કરતા-કરતા આવ્યો હતો..

- કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

- જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).

- પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).

- QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

- પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

- કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).

- એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

- ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

- સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).

તમારી કહેવતો કોમેન્ટમાં મૂકો!!

Written by Kartik Mistry

August 18, 2008 at 6:30 PM

16 Responses

Subscribe to comments with RSS.

  1. પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે.
    (દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)

    એક્સેપ્શન કાઢતા બગ પેઠો.
    (બકરુ કાઢતા ઉંટ પેઠુ)

    ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ.
    (કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા – જુ.કિ. દાદા)

    ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે.
    (ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)

    સોબત કરતાં પ્રોજેકટ મનેજરની બે બાજુનાં દાવ,
    રિઝ્યો આપે કામ વધુ ને ખીજ્યો કહે “ઘેર જાવ”.
    (કહેવાની જરુર છે??)

    saksharthakkar

    August 18, 2008 at 10:05 PM

  2. મજા આવી અને મજા આવી એટલે જ નવી કહેવતો બનાવવાની પ્રેરણા થઇ… ધન્યવાદ!!

    saksharthakkar

    August 18, 2008 at 10:07 PM

  3. નબળા કોડને bug ગણા (નબળી ગાયને બગાઈઓ ઘણી)

  4. Footprints :
    ================================================

    One day a man having conversation with god when his whole life flashed before his eyes as a series of footsteps on the sands of time. He saw that there were two pairs of footprints, but during the most difficult periods of his life there were only one set of footprints. He asked god “You said you will be with me throughout this journey, but why have you deserted me during the most critical times of my life??” To which god answered “Son, I did not desert you, I was always with you…you see only one set of footprints because during those difficult times in your life, I was carrying you”

    Another day a man was having a similar conversation with his Project Manager (PM) when his whole project flashed before his eyes as a series of footsteps on the sands of time. He saw that there were two pairs of footprints, but during the most difficult times in the project there were only one set of footprints. he asked his PM, “You said you will be with me throughout the project, but why have you deserted me during the most critical times of the project??” to which his PM answered, “Son, I did not desert you, I was always with you… you see only one set of footprints because during those difficult times I was “sitting on your head!!!”

    http://www.suketuvyas.com/2007/01/23/ot-footprints/

    Suketu Vyas

    August 19, 2008 at 2:51 AM

  5. wah !

  6. ભારે રિસર્ચ કર્યુ છે તમે તો

    pragnesh

    August 20, 2008 at 10:13 AM

  7. જેવો કોડ કરીએ, તેવી એરરો અાવે.
    (જેવુ કરીએ, તેવુ ભરીએ)

    સિન્ટેકસમાં એરર હોય અને લોજીકમાં મથે.
    (દુખે પેટ ને કૂટે માથું)

    Palak

    October 7, 2008 at 8:54 AM

  8. અપડેટ: પલકની એરરો સુધારી..

  9. આહા, કોપી-પેસ્ટ નો બેસ્ટ નમૂનો..

    Kartik Mistry

    October 9, 2008 at 3:14 PM

  10. ભાઇ tame pan kase thi lidhu hase ne

    kushalrasalawala

    October 9, 2008 at 3:47 PM

  11. કુશાલ. જરા પોસ્ટ ફરી વાંચ જો, બેટા.

    આ તો તારા કાર્તિકકાકા નવરા હતાં, ત્યારની પેદાશ છે..

  12. કોપી પેસ્ટ કરવુ ગુનો નથી, સોર્સ ન આપવો ગુનો છે.

    —જનહિતમાં જારી—

    saksharthakkar

    October 10, 2008 at 3:25 AM

  13. ના. એ તો લખાણ ના લાયસન્સ પર આધારિત છે. મારું લખાણ WTFPL લાયસન્સ હેઠળ છે!

  14. કાર્તિકભાઇ તમે છવાઇ રહ્યા છો…ઓરકુટમાં લોગિન કરીને પછી…

    JAY VASAVADA COMMUNITY:
    http://www.orkut.com/Main#CommMsgs.aspx?cmm=26114022&tid=2566615247150948487&na=3&nst=245&nid=26114022-2566615247150948487-5246672048197286212

    અને એમાં જે ભાઇ એ પોસ્ટ કર્યુ છે એમણે થેંક્સ ટુ અપુર્વ લખ્યુ છે…
    મતલબ તમે ઇમેલ પર બી ચડી ગયા છો… કોન્ગ્રેચ્યુલેશન્સ..

    saksharthakkar

    October 10, 2008 at 5:49 PM

  15. [...] a comment » * થોડા સમય પહેલાં મેં કેટલીક સોફ્ટવેર કહેવતો લખેલી જે આજ-કાલ ફોર્વડ ઇમેલ તરીકે બહુ [...]


Leave a Reply