મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ક્રોમ: ગુગલનું નવું બ્રાઉઝર!

with 6 comments

* ઓછું હતું તે વળી નવું એક બ્રાઉઝર આવે છે: ગુગલ ક્રોમ. મજાની વાત છે કે તે કોન્કરર અને સફારી જેવા બ્રાઉઝર્સ જેનાં પર આધારિત છે તે વેબકીટ અને મોઝિલાની ટેકનોલોજી પર આધારિત છે. છે ને ઓપનસોર્સનો કમાલ!

તમે ક્રોમમાં વપરાયેલ ટેકનોલોજી સમજાવતું પુસ્તક અહીં વાંચી અને ડાઉનલોડ કરી શકો છો.

આ અંગે મને પોસ્ટ લખવા માટે મજબૂર કરવા માટે પ્રકાશભાઇનો (ઇમેલ) આભાર. એ પહેલાં મને મનીષભાઇનાં ગુગલ રીડરનાં લેખ દ્રારા સવારે બ્રેકફાસ્ટ સર્ફિંગ દરમિયાન આ જાણકારી મળી.

અને ક્રોમનું પુસ્તક ડાઉનલોડ કરતી વખતે મને આવી નીચે પ્રમાણેની રંગીન એરર:

મોરલ ઓફ સ્ટોરી: ગુગલ એ ભગવાન નથી, તેમનાં સર્વરમાં પણ એરર 500 આવી શકે છે.

6 Responses

Subscribe to comments with RSS.

  1. google etle google !!!

    maani gaya … !!

    one day they’ll googlify the whole world !!

    કુણાલ

    September 2, 2008 at 3:41 PM

  2. મને એ ડર છે કે ગુગલ વાળા અન્ડરવેર પણ ન બનાવવાનું ચાલુ કરે..

    Kartik Mistry

    September 2, 2008 at 3:50 PM

  3. ગુગલ ક્રોમનું આજે સાંજે વિમોચન થશે, ત્યાં સુધી રાહ જોવાની.

    કેવું દેખાય છે? અહીં જુઓ: http://www.techcrunch.com/2008/09/01/first-public-screen-captures-of-google-chrome/

    વિનય ખત્રી

    September 2, 2008 at 4:08 PM

  4. :D … kai kahevaay nai e loko nu … !!

    કુણાલ

    September 2, 2008 at 6:33 PM

  5. [...] બ્રાઉઝર ક્રોમનું આજે વિમોચન થયું. કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી ક્રોમ વિશે વાંચ્યું અને [...]

  6. મેક માટે હજી બ્રાઉઝર બન્યું નથી, પણ બ્રેવ મેક ગીક હેકર્સ માટે આ છે:
    http://dev.chromium.org/developers/how-tos/build-instructions-os-x

    Kartik Mistry

    September 3, 2008 at 12:30 PM


Leave a Reply