Archive for October 12th, 2008
આલેખ
* શાળામાં ભણતા હોય તે દરેક વિદ્યાર્થીને આલેખ (Graph) એટલે શું તે ખબર જ હશે. અને મને પણ ગણિતમાં આલેખનાં પ્રકરણો બહુ ગમતાં (કારણકે, તે રોકડિયા પાક ગણાતા અને માર્ક્સ સારા આવતાં).
હજી પણ, આપણને ગ્રાફ જોવાનો બહુ શોખ. એટલે જ્યારે વર્ડપ્રેસમાં બ્લોગ સ્ટેટ્સમાં મસ્ત ગ્રાફ આવવા લાગ્યા ત્યારથી મજા પડી ગઇ. પણ, કાલે રાત્રે નવરાં બેઠાં મેં ગુગલ સ્પ્રેડશીટમાં ગ્રાફ બનાવીને જોયું. પરિણામ? નીચે મુજબનું.

એટલે કે ગુજરાતી લખાણનું પુચક-પુચક થઇ ગયું
પણ, હા. ગુગલ સ્પ્રેડશીટમાં Insert–>Gadgets માં મોશન ચાર્ટ સરસ છે. પણ તેનાં માટે કંઇ સારો ડેટા જરૂરી છે. તેનાં વિશે પછી ક્યારેક. જો તમારે બીજા સરસ સોફ્ટવેરમાં રસ હોય તો, લિનક્સ માટે GNUPlot (દરેક પ્રકારનાં ગ્રાફ – તમે પ્રોગ્રામિંગ સાથે પણ ઉપયોગ કરી શકો છો, અને આ પુસ્તક પણ પ્રાપ્ત છે). મેક માટે Grapher (ગાણિતિક સૂત્રો માટે) સરસ સોફ્ટવેર છે. નીચે Grapher માં બનાવેલ એક આલેખ મૂકેલ છે.

તો, ચાલો હવે. રવિવારની બપોર એટલે મસ્ત મજાની ઉંઘ લેવાનો સમય..

