Archive for October 13th, 2008
જ્યારે દિવસો ખરાબ ચાલે..
* ઇન્ટરનેટ જોડાણ વાળો ટટળાવે..
* કામવાળો કાલે આવું છું કહીને ફરકે નહી..
* કવિન કારણ વગર રોવાનું ચાલુ રાખે..
* ગેસનું એક બર્નર બંધ થયેલ હોય અને ગેસની પાઇપ બદલાવી પડે..
* ૧.૪૪ એમબી ફ્લોપી બજારમાં ક્યાંય મળે નહી..
* બીજા અનેક મુદ્દાઓ. જે જાહેરમાં લખી શકાય તેમ નથી
વિકિપીડિયા અને સ્ક્રિનશોટ
* થોડા સમય પહેલાં મેં ગુજરાતીલેક્સિકોન.કોમનો એક લેખ ગુજરાતી વિકિપીડિયા પર લખ્યો અને સાઇટનો સ્ક્રિનશોટ અપલોડ કર્યો. હવે, થયું એવું કે, ગુજરાતી વિકિપીડિયાના સંચાલકોનો મને ઇમેલ આવ્યો કે આ સ્ક્રિનશોટ એ કોપીરાઇટ વાળું મટિરીઅલ હોવાથી હટાવી લેવામાં આવશે. મને થોડાં પ્રશ્નો ઉદ્ભવ્યા:
૧. કોમ્પ્યુટર મારું, સ્ક્રિનશોટ હું લઉં છું તો કોપીરાઇટ કોનો?
૨. ફોટોગ્રાફીમાં જે ફોટોગ્રાફ લે તેનો કોપીરાઇટ ગણાય, સ્ક્રિનશોટમાં તેવું કેમ નહી?
૩. સોફ્ટવેર ફ્રી હોય તો, સ્ક્રિનશોટ પણ આપમેળે ફ્રી ગણાય?
૪. સાઇટ સિવાય કોમર્સિયલ સોફ્ટવેરનાં સ્ક્રિનશોટ માટે શું કરી શકાય?
થોડાં ખાંખાખોળાં પછી આ માહિતી અને નીચેની નોંધ મળી (હા, આ પણ સ્ક્રિનશોટ છે!
)

શું કરવું, હવે? તમે ધ્યાન રાખજો!

